દેશભરમાં કોલ્ડપ્લેનું નામ ચર્ચાઈ રહ્યું છે. કોલ્ડપ્લેએ તેમના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વલ્ર્ડ ટુરના ભાગપે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં ત્રણ શો યોજાયા હતા. તે સમયે અમદાવાદમાં કોન્સર્ટની પણ વાતો સંભાળવા મળી હતી. આ બ્રિટીશ રોક બેન્ડે અમદાવાદમાં તેના ચોથા શોની જાહેરાત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો શો ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યોજાવાનો છે. કોલ્ડપ્લે શોની ઓનલાઈન ટિકિટ ૧૬ નવેમ્બરે રાત્રે ૧૨ વાગ્યાથી બૂક માય શો પર ઉપલબ્ધ થશે.
આગામી તારીખ ૧૮, ૧૯ અને ૨૧મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. તેની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો
છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતા જ ભારે ઘસારાના કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બૂકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતા અનેક ચાહકો નિરાશ થયા હતા.
અમદાવાદની હોટેલ્સ હાઉસફલ થઈ જશે, અમદાવાદમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઉમટશે મુંબઈમાં ત્રણ શો હાઉસફલ થઈ ગયા છે. તેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ રહી છે. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટેલ્સ હાઉસફલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાયના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં ૧.૨૫ લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઉમટે તેવી શકયતા સેવાઈ રહી છે.
કોલ્ડપ્લે બેન્ડના શોની શઆતમાં ટિકિટની કિંમત . ૨,૫૦૦થી . ૧૨,૫૦૦ની વચ્ચે રહેશે. જેમાં – અપર સ્ટેન્ડની ટિકિટ . ૨,૫૦૦ થી . ૬,૫૦૦ સુધી, લોઅર સ્ટેન્ડની ટિકિટ . ૩,૦૦૦થી . ૯,૫૦૦ સુધી, સ્ટેન્ડિંગ લોરની ટિકિટ . ૬,૪૫૦,સાઉથ પ્રીમિયમની ટિકિટ .૧૨,૫૦૦ રહેશે.
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડ દ્રારા ૧૯૯૬માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી, ક્રિસ અને જોનીએ સાથે પરફોર્મ કરવાનું શ કયુ, તે સમયે બંને 'બિગ ફેટ નોઈઝ' અને 'પેકટોરલ્સ' તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારબાદ બેરીમેનની મુલાકાત આ બંને સાથે થઈ અને તે પણ આ બંને સાથે જોડાયો અને બેન્ડનું નામ 'સ્ટારફિશ' રાખવામાં આવ્યું, પરંતુ બાદમાં બેન્ડનું નામ બદલીને 'કોલ્ડપ્લે' રાખવામાં આવ્યું. બેન્ડની શઆતના ચાર વર્ષ પછી, તેણે વર્ષ ૨૦૦૦ માં 'પેરાશુટસ' નામનો તેનો પહેલો આલ્બમ રીલિઝ કર્યેા. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત 'શિવર' હતું. ભારતમાં કોલ્ડપ્લેનું પહેલું પરફોર્મન્સ વર્ષ ૨૦૧૬માં થયું હતું
કોલ્ડપ્લે શું છે?
કોલ્ડપ્લે એ બ્રિટિશ પોપ રોક બેન્ડ છે, જેની શઆત લંડનમાં ૧૯૯૭માં થઈ હતી. આ બેન્ડમાં ક્રિસ માર્ટિન (ગાયક અને પિયાનોવાદક), જોની બકલેન્ડ (ગિટારવાદક), ગાય બેરીમેન(બાસવાદક) અને વિલ ચેમ્પિયન (ડ્રમર અને પકર્યુશનિસ્ટ)નો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech