આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ: સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૯ ડીગ્રીએ પહોંચ્યું: હજુ પણ હાલારમાં પવનની ઝડપ વધે તેવી આગાહી
સમગ્ર હાલારમાં ઠંડા પવનનો વાયરો ફૂંકાઇ રહ્યો છે, ૧૧ થી ૪ દરમ્યાન ગરમીનો માહોલ અને સાંજે, મોડી રાત્રે તેમજ વ્હેલી સવારના સ્વેટર પહેરવું પડે તેવો ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે, મિશ્ર ઋતુના કારણે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, તાવ, શરદી, ઉધરસ તેમજ વાયરલ ઇન્ફેકશન અને ગળુ બેસી જવાના રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે મીશ્ર વાતાવરણથી લોકો કંટાળી ગયા છે.
ક્ધટ્રોલ રુમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડીગ્રી, મહતમ તાપમાન ૨૯.૮ ડીગ્રી નોંધાયુ હતું. આજે ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને પવનની ગતિ ૩૫ થી ૪૦ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે.
મહા મહીનાના ઉતરાર્ધમાં માવઠા બાદ એકા એક ઠંડીનો માગસર મહિના જેવો ચમકારો જોવા મળ્યો છે, સાથો સાથ મહત્તમ તાપમાનમાં નજીવોે તફાવત જોવા મળ્યો છે, સાથો સાથ પવનની ગતીમાં ઘટાડો જોવા મળ્યો છે. ૪ દિવસ પહેલા સમગ્ર હાલારમાં કમોસમી વરસાદ પડવાથી ખેડુતોને લાખો રુપીયાની નુકશાની થવા પામી છે.
ત્રણ દિવસ પહેલાં સમગ્ર હાલારમાં ક-મોસમી વરસાદના લીધે પાકને લાખો રુપિયાનું નુકસાન થવા પામ્યું છે જે સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા આગામી દિવસોમાં સર્વે કરી નુકસાનીની રકમ ચૂકવવામાં આવનાર છે. ખાસ કરીને જીરુ, તલ, મગફળી, મરચાં, અજમો અને બહાર સૂકવવામાં આવેલ સૂકાં મરચાં પણ પલળી ગયાં છે. જેના લીધે સમગ્ર હાલાર પંથકના ખેડૂતોને ઘણી નુકસાની વેઠવી પડી છે જે આગામી દિવસોમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવનાર છે.
હવામાન ખાતા દ્વારા હજુ માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે, ત્રણ દિવસ પહેલા પડેલ કમોસમી વરસાદના કારણે સમગ્ર હાલારમાં ઠંડા પવન સાથે ઠંડીમાં એકા એક વધારો થયો છે, જેને લીધે પશુ પંખીની હાલત દયનીય બની છે, કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર સહિતના ગામોમાં બેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.
મિશ્ર ઋતુને કારણે જામનગર સહિત સમગ્ર હાલારમાં રોગચાળો ફાટી નિકળ્યો છે, અનેકવિધ રોગના દર્દીઓ વધી ગયા છે, ત્યારે હજુ પણ ઠંડીનો માહોલ રહેશે તેવી શકયતા છે તેવું હવામાન ખાતાનું કહેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech