ગિરનાર પર્વત ઉપર અને નલિયામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. તે સિવાય સમગ્ર રાયમાં માત્ર સમ ખાવા પૂરતી ઠંડી હોય તેમ લાગી રહ્યું છે. બધે જ લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં નોંધાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો તાપમાનનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ છે.
ગિરનાર પર્વત ઉપર આજે ૭.૧ ડીગ્રી અને નલિયામાં ૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાન એકાદ ડિગ્રી જેટલું વધ્યું છે.
આજે ભુજમાં ૧૨.૪ અમરેલીમાં ૧૪ ભાવનગરમાં ૧૫.૨ દ્રારકામાં ૧૬.૩ ઓખામાં ૨૦.૨ પોરબંદરમાં ૧૨.૬ રાજકોટમાં ૧૧.૫ વેરાવળમાં ૧૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. લઘુતમ તાપમાનના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે સામાન્યથી એકાદ ડિગ્રી જેટલો જ ફેરફાર થયો છે.
અમદાવાદમાં ૧૫ .૧ ગાંધીનગરમાં ૧૩.૨ વડોદરામાં ૧૬ સુરતમાં ૧૭.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ભેજવાળા ઠંડા પવનના કારણે મોડી સાંજથી સવાર સુધી ગરમીમાં થોડી રાહત મળે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઠંડીની અસર સાવ નાબૂદ થઈ જાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી હજુ લઘુતમ તાપમાનમાં ખાસ વધઘટ થવાની શકયતા નથી.
આગામી તારીખ ૨૯ ના વેસ્ટર્ન હિમાલયન રિજીયનમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને તેની અસરના કારણે જમ્મુ કશ્મીર સહિતના સમગ્ર હિમાલયન રીજીયન ઉપરાંત પંજાબમાં ઠંડીની અસર જોવા મળશે. પરંતુ દેશના અન્ય ભાગમાં ખાસ અસર થાય તેવું જણાતું નથી.
પૂર્વના રાયોને બાદ કરતા દેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગરમી વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોટસએપમાં એપીકે ફાઇલ મોકલી ગીફટ વાઉચર ખરીદી કરતો ઠગ ઝબ્બે
April 18, 2025 11:33 AMભાણવડના ભેનકવડ ગામમાં ચડી આવ્યો મગર, વન વિભાગ અને એનિમલ લવર્સ દ્વારા કરાયો રેસ્ક્યુ
April 18, 2025 11:33 AMરેલવે વિભાગમાં જાહેર ફરિયાદોના નિવારણમાં પશ્ચિમ રેલ્વેના તમામ ડિવિઝનોમાં રાજકોટ ડિવિઝન ટોચ પર
April 18, 2025 11:26 AMભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન અને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ
April 18, 2025 11:26 AMચેક રીર્ટનના કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવતી ખંભાલીયાની કોર્ટ
April 18, 2025 11:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech