રાજકોટમાં કોલ્ડવેવથી રોગચાળો વકર્યેા છે અને શરદી, ઉધરસ, તાવ સહિતના ૧૯૦૫ કેસ મળ્યા છે, બીજીબાજુ મચ્છરજન્ય રોગચાળો ઘટો છે અને તેમાં સમગ્ર કેલેન્ડર વર્ષના ડેંગ્યુ, મેલેરિયા અને ચિકન ગુનિયાના સૌથી ઓછા કેસ ડિસેમ્બરમાં નોંધાયા છે.
મહાપાલિકાના વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શરદી–ઉધરસના ૧૦૦૨ કેસ, તાવના ૭૫૦ કેસ, ઝાડા–ઉલ્ટીના ૧૪૪ કેસ, ટાઈફોઈડના બે કેસ, મેલેરિયાનો એક કેસ, ચિકનગુનિયાનો એક કેસ, ડેન્ગ્યુના પાંચ કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૯૦૫ કેસ એક સાહમાં નોંધાયા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૬૨ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૧૫૮ અને કોર્મશીયલ ૮૦ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદો અનુસંધાને ૫૮૩ ઘરોમાં ફોગિંગ કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech