રાજકોટ સહિત રાયના અનેક શહેરોમાં ગઈકાલે શિયાળાની વર્તમાન સિઝનમાં લોએસ્ટ મિનિમમ ટેમ્પરેચર નોંધાયા પછી આજે તેમાં સામાન્ય વધારો થયો છે. પરંતુ આમ છતાં ઠાર અને બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં લેશમાત્ર ઘટાડો થયો નથી. રાજકોટ જુનાગઢ પોરબંદર નલિયા સહિત રાયના સાત શહેરોમાં આજે પણ લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે.
રાજકોટમાં ગઈકાલે ૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તેમાં એક ડિગ્રીનો વધારો થયો છે અને આજનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં અઢી ડીગ્રીના ઘટાડા સાથે આજે ૯.૬ ડીગ્રી તાપમાન રહ્યું છે. પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી હતું.
નલિયામાં ગઈકાલે ૩.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તેમાં બે ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજે ૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું છે. જૂનાગઢમાં ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. ગિરનાર પર્વત ઉપર ૪.૯ અને ભવનાથ તળેટીમાં ૭.૯ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે. ભેજનું પ્રમાણ ૮૦% નોંધાયું છે.
ડીસામાં ગઈકાલે ૮.૮ અને આજે ૯.૮ ગાંધીનગરમાં ગઈકાલે ૯.૨ અને આજે ૯ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે ૯.૨ અને આજે ૧૦.૪ ભાવનગરમાં ગઈકાલે ૧૨.૬ અને આજે ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે દ્રારકામાં ૧૪.૬ અને ઓખામાં ૧૮.૭ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે. અમદાવાદમાં આજનું લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી અને વડોદરામાં ૯.૨ ડિગ્રી રહેવા પામ્યું છે સુરતમાં લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે હિમાલયન ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે હિમવર્ષા થઈ રહી છે. પરંતુ આવતીકાલ તારીખ ૧૦ ના રોજ વધુ એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ એકિટવેટ થતું હોવાથી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં એક સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે. આવું બીજું સાઇકલોનિક સકર્યુલેશન નોર્થ તમિલનાડુ તરફના દરિયામાં જોવા મળે છે.
આ સિસ્ટમના કારણે તમિલનાડુ,પુડીચેરી કેરલમાં તારીખ ૧૧ અને ૧૨ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે આસામ પર છવાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસરના ભાગપે આસામ મણીપુર મિઝોરમ નાગાલેન્ડ સહિતના પૂર્વેાતરના રાયોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech