વિશ્વમાં કોફીના શોખીન ઘણા લોકો છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે કોફી પીવે છે. જો કે બજારમાં ઘણી મોંઘી કોફી ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે 24 કેરેટ સોનામાંથી બનેલી કોફી પણ હવે મળે છે. શું તમે જાણો છો કે આ કોફી ક્યાં વેચાય છે? સોશિયલ મીડિયા પર એક ટ્રાવેલ ઈનફ્લુએન્સરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 24 કેરેટ ગોલ્ડ કોફીમાંથી બનેલી કોફી પીતો જોવા મળી રહ્યો છે. જ્યારે તમે આ કોફીની કિંમત વિશે સાંભળશો, તો તમે ચોંકી જશો, કારણ કે 1 કપની કિંમત હજારોમાં છે. કોફી પીધા પછી, માણસની માત્ર એક જ પ્રતિક્રિયા હતી, જે કોઈપણ વ્યક્તિની કદાચ હશે - મારા પૈસા પાછા આપો!
ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર હેરી જેગાર્ડએ તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે દુબઈમાં છે અને સોનાની બનેલી કોફી પીવા વિશે વાત કરી રહ્યો છે. તે દુબઈની 7 સ્ટાર હોટલમાં છે. અહીં ગયા પછી તે 24 કેરેટ સોનાની કોફી પીવે છે. કોફીનું નામ ગોલ્ડ કેપુચીનો છે.
તે વેઇટ્રેસને આ કોફી વિશે થોડી પૂછતાછ કરે છે, આ બાદ તેને કોફી મળે છે જે એકદમ અલગ દેખાય છે. તે કહે છે કે તે કોફીની કિંમત 400 એઇડી અથવા 110 ડોલર છે જે ભારતીય ચલણમાં 9 હજાર રૂપિયાની બરાબર છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
જ્યારે તે કોફી પીવે છે ત્યારે તે કહે છે કે તેનો સ્વાદ અન્ય કોફી જેવો છે. પછી તે કહે છે કે તેણે તેના પૈસા પરત કરવા જોઈએ કારણ કે આ કોફી માત્ર મોંઘી છે અને તેનો સ્વાદ અન્ય કોફી જેવો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે આ પૈસા વેડફવાની રીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech