કોચિંગ સેન્ટર હવે તેમની સંસ્થામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ફોટાનો મફતમાં ઉપયોગ કરી શકશે નહીં. ગ્રાહક બાબતોનું મંત્રાલય હવે કોચિંગ સેન્ટરો પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અઠવાડિયે જ આ મામલે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી શકે છે. જો કોઈ કોચિંગ સેન્ટર આ દિશાનિર્દેશોનું પાલન નહીં કરે તો તેને અયોગ્ય વેપાર ગણવામાં આવશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલાને લગતા નિષ્ણાતોનું કહેવું છે કે કોચિંગ સેન્ટરો દ્રારા લગભગ તમામ અખબારોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોપ ૧૦માં આવનાર વિધાર્થીઓના ફોટોગ્રાસની જાહેરાતો પ્રકાશિત કરવામાં આવે છે. કોચિંગ સેન્ટર્સનો દાવો છે કે ટોપર વિધાર્થીએ તેમની સંસ્થામાંથી કોચિંગ લીધું છે. પરંતુ સંસ્થાઓનું આ વલણ લાંબું નહીં ચાલે. ગ્રાહક બાબતોનું મંત્રાલય હવે આ અંગે નવી માર્ગદર્શિકા જારી કરશે. હવે કોચિંગ સેન્ટરોએ તેમની જાહેરાતોમાં ઉલ્લેખ કરવો પડશે કે કોઈ ચોક્કસ વિધાર્થીએ તે સંસ્થામાંથી કયો કોર્સ પસદં કર્યેા અને તેનો સમયગાળો કેટલો હતો
વિધાર્થી પાસેથી પરવાનગી લેવી પડશે
હાલમાં, જયારે કોઈ વિધાર્થી પ્રવેશ માટે કોચિંગ સેન્ટર પહોંચે છે, ત્યારે સંસ્થા તેની સાથે પહેલેથી જ કરાર કરે છે કે જો તે સાં રેન્કિંગ મેળવશે, તો તે તેના ફોટોગ્રાફનો ઉપયોગ કરશે. પરંતુ હવે આ શકય બનશે નહીં. હવે સારો રેન્ક મેળવ્યા બાદ ફરીથી વિધાર્થી પાસેથી કોચિંગ સેન્ટરે પરવાનગી લેવી પડશે. તે વિધાર્થી પર નિર્ભર રહેશે કે તે કેન્દ્રને તેના ફોટોગ્રાફનો ઉપયોગ કરવા દેશે કે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech