અત્યારે મહત્તમ તાપમાન નો પારો જેટલો હોવો જોઈએ તેના કરતાં રાજકોટ અમરેલી ઓખા સહિત અનેક સેન્ટરોમાં પાંચ ડિગ્રી જેટલો વધુ છે અને આવી જ રીતે લઘુતમ તાપમાન નો પારો રાજકોટ અમદાવાદ ભુજ અને ડીસામાં સાત ડિગ્રી જેટલો ઐંચો છે. લઘુતમ અને મહત્તમ બંને તાપમાન એવરેજ કરતા વધુ હોવાથી ઉનાળા જેવી ગરમીનો અહેસાસો લોકો કરી રહ્યા છે. જો કે આજે જુનાગઢ, કચ્છ સુરત વડોદરા બનાસકાંઠા સહિત રાયના અમુક વિસ્તારોમાં ભેજવાળા વાદળો જોવા મળ્યા છે અને તેના કારણે હવે ગરમીમાં થોડી રાહત મળે તેવી શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાયના ૨૪ સેન્ટરમાં મહત્તમ તાપમાન નો પારો ૩૦ થી ૩૫.૮ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ તાપમાન અમરેલી ૩૫.૮ ડિગ્રી નોંધાયું છે રાજકોટમાં ૩૫ સુરતમાં ૩૫.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. તો બીજી બાજુ સૌથી ઐંચું લઘુતમ તાપમાન ઓખામાં ૨૦.૭ ડીગ્રી નોંધાયું છે.
ઓખામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫% નોંધાયું હતું અને ત્યાં સવારે ધુમ્મસ જોવા મળી હતી. ઓખાનું મહત્તમ તાપમાન ૩૦.૩ ડિગ્રી નોંધાયું છે.
આજે રાયના મોટાભાગના વિસ્તારમાં દિવસનો પ્રારભં ઐંચા લઘુતમ તાપમાન સાથે થયો છે. રાજકોટમાં ૧૮.૫ પોરબંદરમાં ૧૮.૨ ભાવનગરમાં ૨૦.૪ અમરેલીમાં ૧૮.૪ નલિયામાં ૧૫.૪ ભુજમાં ૧૯.૨ વડોદરામાં ૧૮.૪ ડીસામાં ૧૮ અને અમદાવાદમાં ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. હાલ રાયમાં સવાર, બપોર અને સાંજ ત્રણેય સમયે અલગ–અલગ ઋતુઓનો અહેસાસ માંદગી નોતરે તેવું વાતાવરણ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડ નજીક સ્કૂટર અકસ્માતમાં જામનગરના યુવાનને ઇજા
June 03, 2025 12:09 PMથ્રેસર મશીન હેઠળ દબાઈ જતા કલ્યાણપુરના ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ
June 03, 2025 12:06 PMખંભાળિયાના ખજુરીયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
June 03, 2025 12:03 PMજામનગર શહેરમાં આજે કોરોનાનો ૧ કેસ
June 03, 2025 12:01 PMજીજી હોસ્પિટલના બે કર્મચારી ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી
June 03, 2025 11:59 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech