યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ ઋષિકેશ સોસાયટીમાં રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડિંગના નામે વેપાર કરતા વેપારી બંધુએ ધી રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મર્ચન્ટ એસોસિએશનના સભ્ય એવા ૧૧ વેપારીઓ પાસેથી રેડીમેટ મેન્સવેર સહિતના કપડાનો માલ ખરીદી પૈસા ન ચૂકવી પિયા ૧૬,૨૧,૨૮૨ ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વેપારી બંધુ પરિવાર સાથે ઘરને તાળા મારી નાસી ગયા હોય પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ૮૦ ફુટ રોડ પર સત્યમ પાર્ક શેરી નંબર–૩ માં રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર દુકાન ધરાવનાર વેપારી ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉ.વ ૩૪ )દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડિંગ નામે દુકાન ધરાવનાર મનીષ હસમુખભાઈ ઉનડકટ અને તેનો ભાઈ જયદીપ ઉર્ફે જોલી રહે (બંને ઋષિકેશ સોસાયટી, આયુર્વેદિક હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ)ના નામ આપ્યા છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ધી રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસોસિએશનમાં છેલ્લા ચાર વર્ષથી સભ્ય છે અને રેડીમેડ કપડાનો વેપાર કરે છે. આરોપીઓએ તેની પાસેથી તથા અન્ય વેપારીઓ પાસેથી છેલ્લા અઢી વર્ષથી કપડાનો માલ લઈ જતા હોય અને તેનું નિયમિત પેમેન્ટ કરી દેતા હતા આ વેપારી બંધુને શાખ પર ઉધારમાં માલ આપતા હતા.
દરમિયાન ગત તારીખ ૨૦૯૨૦૨૨ થી ૧૧૧૦૨૦૨૪ સુધી ફરિયાદી તથા અન્ય વેપારીઓએ આ બંધુને ઉધારમાં માલ આપ્યો હોય જેની રકમ પિયા ૧૬,૨૧,૨૮૨ થતી હોય જેની વારંવાર ઉઘરાણી કરવા છતાં ખોટા વાયદાઓ આપી બંનેએ વેપારીઓને પૈસા ચૂકવ્યા ન હતા. બાદમાં માલુમ પડું હતું કે આ બંને ભાઈઓ પરિવાર સાથે રાજકોટ છોડી નાસી ગયા છે. જેથી ફરિયાદી સહિત ૧૧ વેપારીઓ સાથે થયેલી આ છેતરપિંડી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આ વેપારી બંધુ વિદ્ધ છેતરપંડી– વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
કયા વેપારી સાથે કેટલી છેતરપિંડી?
મનીષ ટ્રેડિંગ નામે ધર્મેન્દ્ર રોડ પર દુકાન ધરાવનાર વેપારી બંધુએ ધી રાજકોટ હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસોસિએશનના ૧૧ વેપારીઓ સાથે ૧૬. ૨૧ લાખની છેતરપિંડી કરી હતી. જેમાં ફરિયાદ નોંધાવનાર વેપારી ગીરીશભાઈ સોલંકી સાથે પિયા ૨.૯૩ લાખ, એ.ડી બ્રધર્સના માલિક અલ્પેશ મૃગ સાથે ૧.૧૬ લાખ, અંજલી ગારમેન્ટના ભાવેશભાઈ મૃગ સાથે ૨.૨૮ લાખ, વિશાલ ટ્રેડર્સના દિલીપભાઈ પુરોહિત સાથે ૨૬,૬૨૫, રાજેશ ટ્રેડિંગના દેવેનભાઈ દોશી સાથે ૧.૦૬ લાખ, રાધિકા એન્ટરપ્રાઇઝના નિમેષભાઈ દેસાઈ સાથે ૩૩,૯૦૭, બાલાજી એન્ટરપ્રાઇઝના હસમુખભાઈ દેસાઈ સાથે ૧.૮૨ લાખ, વર્ધમાન ટ્રેડિંગના વિપુલભાઈ પાણી સાથે ૩.૨૨ લાખ, કોલેજીયન કલેકશનના ધવલભાઈ વાઘેલા સાથે ૧.૧૭ લાખ, આદિત્ય શર્ટ પ્રા.લીના દીપકભાઈ ગોહેલ સાથે ૩.૧૮ લાખ અને ડી પ્રોડકટ ઘાટકોપર મુંબઈના એજન્ટ દીપક ગોહેલ સાથે ૫૩,૨૬૯ ની છેતરપિંડી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech