રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ પરિપત્ર પે જાહેર કરેલા ફરમાનને લઈને હોસ્પિટલ વર્તુળમાં તર્ક–વિતર્ક સાથે ચર્ચા જાગી છે. આવતીકાલના વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને ફરજના ભાગપે હાજર રહેવા માટે ચોક્કસ કહી શકાય છે. પરંતુ જાહેરસભામાં પ્રેક્ષક તરીકે હાજર રહેવાનું કહેવામાં આવે એ પ્રેક્ષક શબ્દ જ તમામ માટે આશ્ચર્યચકિત કરનારો બન્યો છે.
રાજકોટમાં આવતીકાલે વડાપ્રધાન મોદી એઇમ્સ અને ઝનાના હોસ્પિટલ સહિતના કરોડો પિયાના વિકાસ કાર્યેાના લોકાર્પણ કરનાર છે અને લોકાર્પણ બાદ જુના એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ રેષકોર્ષ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેર સભાને સંબોધન કરશે. સભામાં જનમેદની એકત્રિત કરવા માટે ભાજપ દ્રારા વોર્ડ વાઈઝ પાર્ટીના કાર્યકરોને ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે અને આ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.
આ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદી અધિકારીપદ ભૂલી કેસરિયા રંગે રંગાયા હોવાનું તેમને જાહેર કરેલા એક પરિપત્રમાં જોવા મળ્યું હતું. સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ પરિપત્રમાં હોસ્પિટલના ઈમરજન્સી ડુટી સિવાયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રેષકોર્ષ ખાતે પીએમની સભામાં બપોરે ૧.૩૦ કલાકે પ્રેક્ષક તરીકે હાજર રહેવા માટેનું ફરમાન કયુ છે. અને ભારપૂર્વક જણાવાયું છે કે, તમામ અધિકારી અને કર્મચારીઓએ વડાપ્રધાનની સભા પુરી ન થાય ત્યાં સુધી હાજર રહેવું અને આથી આગળ આ સંકલન માટે એક નોડલ ઓફિસરની પણ નિમણુકં કરવામાં આવી છે. આ પરિપત્ર જાહેર કર્યેા એની જાણ નકલ રવાના પે જિલ્લા કલેકટર, અને ગાંધીનગર અધિક નિયામકને પણ કરવામાં આવી છે.
હાલ તો આ પરિપત્રને લઈને સિવિલ હોસ્પિટલના વર્તુળમાં એવી ચર્ચા શ થઇ છે કે, ભૂતકાળમાં કયારેય આવો પરિપત્ર કે આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો નથી તો આ વખતે કેમ ? હવે આ તમામ સવાલના જવાબ તો પરિપત્ર જાહેર કરનાર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જ આપી શકે છે
કા ડીમોનેશન અને કા પ્રમોશન નક્કી
વડાપ્રધાનના કાર્યક્રમ( જાહેરસભા)મા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રેક્ષક તરીકે હાજર રહેવા માટે અને એક પણ લેખિતમાં બે જીજક પણે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આદેશ કરે એ સરકાર માટે ખુબ નોંધનીય બાબત કહી શકાય છે. જો કે ભૂતકાળમાં કેટલાક અધિકારીઓને આવી બાબતો ફળી છે, ત્યારે હવે જોવું રહ્યું કે, સરકાર આ બાબતની નોંધ પ્રમોશન આપી ને લેશે કે પછી અન્ય કોઈ રીતે ? એ તો આવનારો સમય જ બતાવશે
કલેકટરની પ્રેક્ષક તરીકે લઈ આવવા સૂચના ?
સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરેલા પરિપત્રના સંદર્ભમાં એવું લખ્યું છે કે, જિલ્લા સંકલનની તા.૧૭ ના રોજ એક મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં કલેકટરએ વડાપ્રધાનની સભામાં હોસ્પિટલના અધિકારી અને કર્મચારીઓને મોકલવા મૌખિક સૂચના આપી હતી. જો કે કલેકટરની સૂચના હોય એટલે તેનું પાલન પણ તાકીદે કરવું જ પડે માટે એજ દિવસે તા .૧૭ના જ પરિપત્ર આ જાહેર કરી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech