દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા સલાયા શહેર સંગઠનની નિમણૂક કરવામાં આવેલ હતી. જેમાં સલાયા શહેર ભાજપના મહામંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજા તેમજ સુમિતભાઇ લાલની નિમણૂક કરવામાં આવી છે, તેમજ ઉપપ્રમુખ તરીકે મોહનભાઈ વ્યાસ, રાજેશભાઈ તન્ના, પુનિત ભટ્ટ, ખ્યાતિબેન કિરતસાતા, મધુબેન મોદી, સ્મિત સામાણી તેમજ મંત્રી તરીકે રેખાબેન વલાણી, રેખાબેન મકવાણા, વિજય ગૌસ્વામી, જયેશ પરમાર, દિવ્યેશ ગૌસ્વામી, કપિલ પીઠડીયા અને કોષાધ્યક્ષ તરીકે હિપિન આયાની નિમણૂક કરવામાં આવી હતી.
આ તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને સલાયા શહેર ભાજપ પ્રભારી પરેશભાઈ કાનાણી દ્વારા સન્માનિત કરાયા હતા. આ તકે સલાયા શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા આગામી ભાજપના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપેલ હતું. આ તકે સલાયા યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સલાયા શહેર ભાજપ પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ તેમજ તમામ જિલ્લાના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. સૌ નવનિયુક્ત હોદ્દેદારોને લોહાણા મહાજન અને વેપારી મહામંડળ દ્વારા પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech