ફેફસાંનું કેન્સર એ વિશ્વમાં કેન્સરના મૃત્યુનું મુખ્ય કારણ છે અને ઘણી વાર તેની જાણ એડવાન્સ સ્ટેજમાં થાય છે, યારે સારવારના વિકલ્પો મર્યાદિત હોય છે. હવે ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે જે શ્વાસ દ્રારા ફેફસાના કેન્સરને શોધી શકે છે. પરીક્ષણમાં ડિવાઈસએ આઠ સ્વસ્થ લોકો અને પાંચ કેન્સરના દર્દીઓ વચ્ચેના તફાવતોને ચોક્કસ રીતે શોધી કાઢા. આ અલ્ટ્રા સેન્સિટીવ મોનિટર સાથેનું પ્રોટોટાઇપ ડિવાઈસ આઇસોપ્રીમ નામના સંયોજનને શોધી કાઢે છે.
વૈજ્ઞાનિકો કહે છે કે આઇસોપ્રીનનું ઓછું સ્તર ફેફસાના કેન્સરના સંભવિત સૂચક તરીકે જોવામાં આવે છે. જો કે આ ફેરફાર નાનો છે પરંતુ તેને માપવો ઘણો મુશ્કેલ છે. સંશોધકોએ સાયન્સ એલર્ટમાં પ્રકાશિત સંશોધન અહેવાલમાં લખ્યું છે કે અમાં કાર્ય માત્ર શ્વસન વિશ્લેષણ દ્રારા ઓછા ખર્ચે, કેન્સરની શોધ પૂરી પાડવાનો જ નથી પરંતુ અત્યાધુનિક ગેસ સેન્સિંગ સામગ્રીની તર્કસંગત ડિઝાઇનને પણ આગળ વધારવાનો છે.
સંશોધકોએ શ્વસન મોનિટરમાં જરી સંવેદનશીલતા લાવવા માટે પ્લેટિનમ, ઈન્ડિયમ, નિકલ અને ઓકિસજનના મિશ્રણમાંથી બનેલા નેનોલેકસનો ઉપયોગ કર્યેા હતો. યારે આઇસોપ્રીન નેનોલેકસ સાથે અથડાય છે, ત્યારે પરિણામી ઇલેકટ્રોન ઉત્સર્જન માપી શકાય છે.
સંશોધકો કહે છે કે ફેફસાના કેન્સરને કારણે થતા નુકસાન શરીરની કેટલીક મુખ્ય મેટાબોલિક પ્રક્રિયાઓને અસર કરે છે. આ ફેરફાર કોઈક રીતે આઇસોપ્રીનના સ્તરને અસર કરે છે, જેને માપીને રોગની શોધ કરી
શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech