ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ ગ્રાઉન્ડબ્રેકિંગ સેલ થેરાપીનો ઉપયોગ કરીને દર્દીના ડાયાબિટીસનો સફળતાપૂર્વક ઉપચાર કર્યેા છે. આ સારવાર શાંઘાઈ ચાંગઝેંગ હોસ્પિટલ, ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ હેઠળ મોલેકયુલર સેલ સાયન્સમાં સેન્ટર ફોર એકસેલન્સ અને રેનજી હોસ્પિટલની ટીમ દ્રારા કરવામાં આવી હતી અને ૩૦ એપ્રિલના રોજ સેલ ડિસ્કવરી જર્નલમાં તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
અહેવાલ મુજબ, દર્દીએ જુલાઈ ૨૦૨૧ માં સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. અને માત્ર અગિયાર અઠવાડિયાની અંદર, તેને હવે એકસટર્નલ ઇન્સ્યુલિનની જર નથી. પછીના મહિનાઓમાં, તેણે ધીમે ધીમે ઘટાડો કર્યેા અને આખરે બ્લડ સુગર નિયંત્રણ માટે દવાઓ લેવાનું બધં કયુ. આ મામલે મુખ્ય સંશોધકોમાંના એકે જણાવ્યું હતું કે, ફોલો અપ ટેસ્ટસ દર્શાવે છે કે દર્દીના સ્વાદુપિંડના આઇલેટ વર્કને અસરકારક રીતે રિસ્ટોર કરવામાં આવ્યું હતું. દર્દી હવે ૩૩ મહિનાથી ઇન્સ્યુલિન ફ્રી છે
બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ટીમોથી કીફરે આ અભ્યાસની પ્રશંસા કરતા કહ્યું, મને લાગે છે કે આ અભ્યાસ ડાયાબિટીસ માટે સેલ થેરાપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. ડાયાબિટીસ એ એક લાંબી સ્થિતિ છે જે ખોરાકને ઊર્જામાં પાંતરિત કરવાની શરીરની ક્ષમતાને અસર કરે છે, જો યોગ્ય રીતે ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર સમસ્યા થાય છે. પરંપરાગત સારવારમાં ઇન્સ્યુલિનના ઇન્જેકશન અને સતત દેખરેખનો સમાવેશ થાય છે, જે દર્દીઓ માટે બોજાપ બની શકે છે.
નવી થેરાપીમાં દર્દીના પેરિફેરલ બ્લડ મોનોન્યુકિલયર સેલ્સનું પ્રોગ્રામિંગ, કૃત્રિમ વાતાવરણમાં સ્વાદુપિંડના આઇલેટ પેશીઓને ફરીથી બનાવવા માટે બીજ કોષોમાં પાંતરિત કરવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ડાયાબિટીસના દર્દીઓ ચીનમાં છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર, ચીનમાં ૧૪૦ મિલિયન લોકોને ડાયાબિટીસ છે, જેમાં ૪૦ મિલિયન આજીવન ઇન્સ્યુલિન ઇન્જેકશન પર આધાર રાખે છે.
આ નવી સેલ થેરાપી આ બોજને ઘટાડી શકે છે. જો આ સેલ થેરાપી અભિગમ મોટા અભ્યાસોમાં અસરકારક સાબિત થાય છે, તો તે દર્દીઓને ક્રોનિક દવાઓના બોજમાંથી મુકત કરી શકે છે, આરોગ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે અને આરોગ્યસંભાળના ખર્ચમાં ઘટાડો કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech