ચીન પોતાની હરકતોથી વાજ આવે તો ચીન શાનું? બધા દેશો શું કરી રહ્યા છે તેના પર નજર રાખવાની ચીનને ટેવ છે. આથી જ તેને નવી ગતિવિધિ શ કરી છે.ચીન એક એવું એઆઈ બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરી શકાશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું એઆઈ ગુનાઓની પણ આગાહી કરશે. આ એઆઈની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યકિતગત નિષ્ણાતોને નિશાન બનાવશે.અને તેમના મન માં શું ચાલી રહ્યું છે તે પામી લેશે.
એઆઈ એક એવું નામ છે જેણે આજે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એઆઈમાં દરરોજ નવા ફેરફારો આવી રહ્યા છે જે આપણા રોજિંદા કાર્યેાને સરળ બનાવી રહ્યા છે, પરંતુ એક સત્ય એ છે કે જો ધ્યાન આપવામાં નહીં આવે તો એઆઈ ટૂંક સમયમાં માનવ સભ્યતા પર શાસન કરવાનું શ કરશે.
એઆઈ કઈં કરે કે ન કરે પાડોશી દેશ ચીન તેની હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનને બધાની ખબર રાખવાની આદત છે. ત્યારે એવી ચર્ચા છે કે ચીન એક નવું એઆઈ સુપર બ્રેઈન બનાવી રહ્યું છે જે લાખો પશ્ચિમી વૈજ્ઞાનિકો પર નજર રાખી શકશે.
ચીનનું સુપર બ્રેઈન
સાયબર એકસપટર્સનું કહેવું છે કે ચીન એઆઈ ને લઈને ખૂબ જ પ્રગતિશીલ રહ્યું છે. ચીન એક એઆઈ બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું એઆઈ ગુનાઓની પણ આગાહી કરશે. આ એઆઈની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યકિતગત નિષ્ણાતોને નિશાન બનાવશે. તે શોધી કાઢશે કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે.
સમગ્ર વિશ્ર્વ માટે ખતરો
ડેટાની મદદથી આ ચાઇનીઝ એઆઈ તેમના મગજને વાંચશે અને તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેનઝેન શહેર સરકાર તેના વિકાસ માટે ૨૨૦ મિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરી રહી છે. આ ચીનને અત્યાર સુધીની સૌથી અનોખી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. સાયબર નિષ્ણાતો માને છે કે વૈશ્વિક લોબી બનાવવાની જર છે. જો આવું થાય તો તે માત્ર એક દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech