પૂર્વ લદ્દાખમાં સફળતા ન મળ્યા બાદ હવે ચીનની નજર પીઓકે પર છે. સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે ચીન કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર સૈન્ય મથક બનાવી રહ્યું છે. આ સ્થળ પીઓકેની ખૂબ નજીક છે. ચીન આ વિસ્તારમાં ગુપ્ત સૈન્ય મથક બનાવવા અને ત્યાં આર્ટિલરી જમા કરવા માંગે છે. હાલમા ચીને મીડિયામાં આવી રહેલા અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
ચીન હંમેશા વિસ્તરણવાદી માનસિકતા ધરાવે છે. ચીન હંમેશા તેના પડોશી દેશોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનપીઓકે ને અડીને આવેલા કઝાકિસ્તાનમાં એક સૈન્ય મથક બનાવી રહ્યું છે અને આ કામ દાયકાઓથી ચાલી રહ્યું છે. આ વાતનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે, જેમાં સેટેલાઇટ તસવીરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીન લગભગ એક દાયકાથી કઝાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવી રહ્યું છે. તે 13 હજાર ફૂટની ઉંચાઈ પર છે. સોવિયત યુનિયન અને રશિયાથી અલગ થયા પછી કઝાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો હતો.
ચીને અહેવાલોને ફગાવ્યા
મીડિયામાં આ સમાચાર આવતા જ ચીને પ્રતિક્રિયા આપી હતી. ચીની દૂતાવાસે કહ્યું કે, કઝાકિસ્તાનમાં ચીનના સૈન્ય મથકને લઈને મીડિયામાં ફરતા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. આ મુદ્દો ચીન-કઝાકિસ્તાનના એજન્ડામાં પણ સામેલ નથી. વાસ્તવમાં મેક્સાર ટેક્નોલોજિસે સેટેલાઇટથી લીધેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેના સંદર્ભમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન એક ગુપ્ત સૈન્ય મથક બનાવી રહ્યું છે. તસવીરોમાં મિલિટરી બેઝની દિવાલો અને આવવા જવાના રસ્તાઓ દેખાઈ રહ્યા છે.
કાઉન્ટર ટેરર બેઝ વ્યૂહાત્મક રીતે ખુબ મહત્વપૂર્ણ
રિપોટ્ર્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશોએ આ મિલિટરી બેઝ પર સર્વેલન્સ ટાવર લગાવ્યા છે. જે જગ્યા પર સૈન્ય મથક બનાવવામાં આવ્યું છે તે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને તે અફઘાન સરહદ પર છે. તે લગભગ 4 હજાર મીટરની ઉંચાઈ પર પર્વત પર બનાવવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ તેને વર્ષ 2021માં બનાવ્યું છે અને તેને કાઉન્ટર ટેરર બેઝ નામ આપવામાં આવ્યું છે. ચીન આ સૈન્ય મથક દ્વારા મધ્ય એશિયામાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech