દેશમાંથી બાળલકવાની નાબુદી કરવા માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગપે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના આયુષ્માન આરોગ્ય મંદિર વીરડાવાજડી પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરપદડ પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધીકારી ડો. નવનાથ ગવ્હાણેના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોવિયા પોલીયો બુથનું ઉદઘાટન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધોળીધાર પોલીયો બુથનું ઉદઘાટન મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડા તેમજ જિલ્લાના અન્ય પોલીયો બુથનું ઉદઘાટન ઉપપ્રમુખ, નગરપાલિકાના વિસ્તારના પદાધીકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્રારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્યના પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને પોલીયો વિરોધી રસી આપવાનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧,૮૮,૫૫૭ બાળકોને રસી આપવા માટે ૯૨૬ રસીકરણ બુથ અને ૧૭૪૧ રસીકરણ ટીમો કાર્યરત છે. આ કામગીરી આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કરી રહ્યાં છે. ૧૮૭ સુપરવાઈઝરો સુપરવિઝન કરી રહ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૩૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન જેવી જાહેર જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
પ્રથમ દિવસે આરોગ્ય ટીમ દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બુથ બનાવીને ૧,૬૧,૯૮૦ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ દરેક ઘરોની મુલાકાત લઇને, કોઈ બાળક રસી લેવામાં બાકી નથી તેની ખાત્રી કરશે. રસીકરણમાં બાળક બાકી રહી ગયેલા કુલ ૨૬,૫૭૭ બાળકોને સ્થળ પર જ રસી આપવામાં આવશે. આમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. આર. ફલમાળી, આર.સી.એચ.ઓ. ડો. પરેશભાઈ જોશી અને તેમની ટીમ દ્રારા પોલિયો રસીકરણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech