રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર વિસ્તારમાં આવેલી માધવ વાટિકા શેરી નં-4માં ફઈના ઘર પાસે રમતા બે વર્ષના બાળકને છોટા હાથીના ચાલકએ ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી આગળ માનસરોવર મેઈન રોડ પર ભવાની કોમ્પ્લેક્સ સી વિંગમાં બ્લોક નં-103માં રહેતા અને મજૂરી કામ કરતા ચેનભાઈ બચુભાઈ વાળાનો બે વર્ષનો પુત્ર ધીયાંસ ગઈકાલે બપોરે માંડાડુંગર પાસેના માધવવાટિકા શેરી નં-4માં રહેતા ફઈ ઋષિતાબેન મકવાણા ઘર પાસે રમતો હતો ત્યારે જીજે 03 સી ડબ્લ્યુ 6870 નંબરના છોટા હાથી ચાલક બાબુ મારવાડીએ અડફેટે લેતા બાળકને ગંભીર ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત થયું હતું. બનાવના પગલે પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
ધીયાંસ એક બહેનમાં નાનો હતો. ગઈકાલે માધવાવાટિકામાં રહેતા ફઈ ઋષિતાબેનએ આઠમ હોવાથી માતાજીની ગોયણી કરી હટી તેને લઈને દાદી કાંતાબેન ત્યાં ગયા હતા દરમિયાન બહાર શેરીમાં છોકરાઓ સાથે રમતો હતો ત્યારે પડોશમાં જ રહેતા બાબુ મારવાડીએ બેફિકરાઈ પૂર્વક છોટા હાથી ચલાવતા બાળકને અડફેટે લેતા બનાવ બન્યો હતો. મૃતક બાળકના પિતા ચેતનભાઈની ફરિયાદના આધારે છોટાહાથી ચાલક સામે આજીડેમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech