સાંજે આગમન બાદ સ્પોર્ટસ સંકુલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપ્યા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોજાયેલ મીલેટ એક્ષ્પોમાં ઉપસ્થિત રહેશે: મોડી સાંજે અંબાણી પરિવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપવા રિલાયન્સ ગ્રીન જશે: વિમાની મથકે ભાજપનો કાફલો કરશે સ્વાગત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે જામનગરના મહેમાન બનશે અને ત્યારબાદ મોડી સાંજે ખાવડી ખાતે રિલાયન્સ ગ્રીનમાં અંબાણી પરિવારની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપશે, વિમાની મથકે ભાજપનો કાફલો મુખ્યમંત્રીનું સ્વાગત કરશે, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સાથે આવે પૂરી સંભાવના છે.
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના નેતાઓની મુલાકાતો સ્વાભાવિક રીતે વધી જશે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે જામનગરના અંદાજે ૩૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુર્હુત યોજવાના છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલે બપોર બાદ મુખ્યમંત્રીનો કાફલો જામનગરના વિમાની મથકે આવી પહોંચશે ત્યારે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા સહિતના જામ્યુકોના પદાધિકારીઓનો કાફલો, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતની શહેરની ટીમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા અને જિલ્લાના મહામંત્રીઓ વિગેરે ભુપેન્દ્રભાઇ પટેલનું સ્વાગત કરશે, એમની સાથે જ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પણ આવે એવી પ્રબળ શક્યતાઓ છે, સત્તાવાર કાર્યક્રમ કદાચ આજ બપોર સુધીમાં આવી જશે.
વિમાની મથકથી મુખ્યમંત્રી સ્પોર્ટસ સંકુલ ખાતે પહોંચશે અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપશે, ત્યારબાદ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે યોજાયેલ મિલેટ એક્ષ્પોમાં એમની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
જામનગરમાં કરોડોના વિકાસકાર્યોના ખાતમુર્હુત, લોકાર્પણ બાદ મુખ્યમંત્રીનો કાફલો ખાવડી તરફ જવા રવાના થશે અને ત્યાં રિલાયન્સ ગ્રીન ખાતે આવતીકાલથી શરુ થઇ રહેલા અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સમારોહમાં ઉપસ્થિત રહેશે, ત્યારબાદ સંભવત: રાત્રે મુખ્યમંત્રી પરત જવા રવાના થાય એવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech