જામનગર દ્વારકામાં સફાઇ અને સર્વે કરવા તાકીદ કરતા મુખ્યમંત્રી

  • August 30, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની સમીક્ષા કરી: મુખ્યમંત્રીએ સ્વચ્છતા સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું: જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ, ખંભાળીયામાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા


જામનગર અને ખંભાળીયા જિલ્લાના ગામડાઓમાં અતિભારે વરસાદ પડતા લોકોને લાખો પિયાનું નુકશાન થયું છે ત્યારે ગઇકાલે બપોર બાદ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગરમાં એરપોર્ટ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓની મીટીંગ લઇને સફાઇ અને સર્વેની કામગીરી તાકીદે કરવા સુચના આપી હતી, જામનગરથી ખંભાળીયા ગયા બાદ ત્‌યાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરીને તાત્કાલીક કામગીરી કરવા જણાવ્યું હતું અને સેલ્ટર હોમની પણ મુલાકાત લીધી હતી.

જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડ્યા અને કમિશનર ડી. એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કયર્િ હતા. મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચનો કયર્િ હતાં તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસયર્િ બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને 48 રસ્તા બંધ છે તે તાત્કાલીક ચાલું થઇ જશે.
આ બેઠકમાં કેબિનેટમંત્રીઓ રાઘવજીભાઈ પટેલ તથા મૂળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસુયર્,િ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પદાધિકારીઓ, અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ખંભાળીયાનો અહેવાલ


રાજ્યમાં પાછલા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો છે.

મુખ્યમંત્રી આ ભારે વરસાદ અને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતાં તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તાકિદ કરી હતી. તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. આ માટે  વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તદઅનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલ નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી. આ જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાઓને નુકસાન થયાની તેમજ 25 પશુમૃત્યુ, 1 માનવ મૃત્યુ અને બે વ્યક્તિઓને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી

તેમણે વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી.  દેવભૂમિ દ્વારકામાં 272 વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોના રિપેરીંગ હાથ ધરી બનતી ત્વરાએ વાહન વ્યવહાર યુક્ત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી.

સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા, કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નગરપાલીકા પ્રમુખ રચનાબેન મોટાણી, સ્થાનિક અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, પી.એસ.જાડેજા, પ્રતાપભાઈ પિંડારિયા, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application