ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે રાય મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠકમાં અમરેલીના લેટર કાંડ ઉપરાંત ભાજપમાં ચાલી રહેલી યાદવસ્થળી ને લઈને નારાજગી વ્યકત કરવામાં આવી હતી મંત્રીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી કે તેમના તાબા હેઠળની કચેરીઓની કામગીરીની બ નિહાળી અને ફીડબેક લેવા અવારનવાર મુલાકાત લેવામાં આવે તે જરી છે આ ઉપરાંત અમરેલીના બનાવો માં કોંગ્રેસ અગ્રણીઓ દ્રારા જે રીતે રાજકીય સ્વપ આવવામાં આવી રહ્યું છે તેને લઈને નારાજગી વ્યકત કરવામાં આવી હતી. દરેક મંત્રીને પોતપોતાના વિભાગો હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવાની પણ સૂચના આપી હતી. જેમાં કહેવાયું હતું કે, મંત્રીઓને કોઈપણ કચેરીની આકસ્મિક મુલાકાત દરમિયાન કર્મચારીઓ કે અધિકારીઓની નબળી કામગીરી કે જો કોઈ ગેરરીતિ સામે આવે તો તેની સામે નિયમાનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવા તથા પોત–પોતાના વિભાગની કામગીરી અંગેનો ફીડબેક મેળવીને જર પડે તેમાં સુધારો કરવા ઉપરાંત દરેક વિભાગોની યોજનાકીય કામગીરી, બાકી રહેતા કામમાં ઝડપ લાવીને પૂરા કરાવવા અંગે મુખ્યમંત્રીએ સૂચના દરેક મંત્રીઓને આપી હતી.ઉપરાંત મહાનગરપાલિકાઓ, પણ નગરપાલિકાઓ, જિલ્લ ા, તાલુકા કે ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચૂંટણીઓ માટે તૈયાર રહેવાની ખાસ તાકીદ કરી હતી.અમરેલીમાં બનાવટી લેટરકાંડ ના મામલે એક પાટીદાર દીકરીની કથિત સંડોવણી અને નિયમની વિદ્ધ જઈ પોલીસ દ્રારા રાતના સમયે આ દીકરીની પૂછપરછ કરાઈ હતી, જેમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકાર કે તત્રં સામે બાંયો ચઢાવી છે ત્યારે સરકાર ચોંકી ઊઠી છે. આ બાબતના ઘેરા પ્રત્યાઘાત મંત્રીમંડળની બેઠકમાં પડા હતા અને મુખ્યમંત્રીના નારાજગી વ્યકત કરી હતી.જાણવા મળ્યા મુજબ, મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ, અમરેલીની ઘટિત ઘટનામાં પાટીદાર દીકરી સાથે પોલીસનું વર્તન અને સમાજમાં તેની પડી રહેલા નકારાત્મક પડઘા અંગે ખાસ ચર્ચા કરી હતી. તે વખતે ગૃહ વિભાગ તરફથી વિગતો સાથે મુખ્યમંત્રી સમક્ષ પોલીસની કામગીરી અંગે સ્પષ્ટ્રતાઓ કરી હતી. જોકે, તેનાથી મુખ્યમંત્રીના નારાજગી ઓછી થઈ ન હતી અને આ તબક્કે મુખ્યમંત્રીએ એવા સંદર્ભ નું કથન કયુ હતું કે, આવા બનાવોથી અને સરકારની છબી ખરડાય છે. હવે ન બને તે માટે ખાસ તકેદારી રાખવી પડશે આવું આવશ્યક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech