છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણના સમાચાર છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. આ ઘટના છત્તીસગઢના કાંકેરના છોટાબેટીયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બીનાગુંડા અને કોરોનાર વચ્ચેના હાપાટોલા જંગલમાં બની હતી.
આ ઘટનામાં ત્રણ જવાનો થયા ઘાયલ
એડીજી નક્સલ ઓપરેશન વિવેકાનંદ સિન્હાએ કહ્યું કે એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘાયલ જવાનોની હાલત સામાન્ય અને ખતરાની બહાર છે. ઘાયલ જવાનોની સારી સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ ઘટના બપોરે 2 વાગ્યે બની હોવાનું કહેવાય છે.
હાલના દિવસોમાં છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં બસ્તર ક્ષેત્રમાં એક મહિલા નક્સલવાદી સહિત બે પુરસ્કૃત નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને પકડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુકમા જિલ્લામાં 8 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા બે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બે નક્સલવાદીઓની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech