પુર્વ મંગેતરને લગ્નનું વચન આપી દુષ્કર્મ આચર્યાની નોંધાયેલી ફરિયાદ અન્વયે જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ પોલીસ દ્રારા ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીએ સ્વજ્ઞાતિની ૨૯ વર્ષીય યુવતીને સગાઇ બાદ લની લાલચ આપી બળજબરી પૂર્વક શારીરિક સંબધં બાંધવામાં આવ્યા હોવાની માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી ત્યારથી બંને સંપર્કમાં આવ્યા હતા. જીત પાબારીએ મને જણાવેલ કે 'મને તું પસદં છો અને મારે તારી સાથે લ કરવા છે.' ત્યારબાદ જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લ અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લ બાબતે સહમત થયા હતા. બાદ અંગત પળોના ફોટા અને વિડિયો બનાવી તે વાયરલ કરવા બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજારી અને લ કરવાનો ઇનકાર કર્યા અંગેનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ફરીયાદ નોંધ્યા બાદ પોલીસ દ્રારા ધરપકડ થવાની દેહસતથી જીત રસીકભાઈ પાબારીએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી, તેમાં બંને પક્ષોની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના વકીલ દ્રારા વાંધા રજુ કરવામાં આવેલા, યારે સરકાર પક્ષ દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપી પહેલેથી જ પોલીસ ઈન્વેસ્ટીગેશનમાં હસ્તક્ષેપ કરે છે, આરોપીએ અગાઉથી કાવતંરૂ રચી અને સૌપ્રથમ ફરીયાદી સાથે સગાઈ બાદ બળજબરીપુર્વક બળાત્કાર કરેલ અને બાદ તેઓએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધેલ છે તેમજ ખુબજ લાગવગવાળા વ્યકિત છે. જેથી તેના જામીન રદ કરવા જોઈએ તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા, તે ધ્યાને લઈ સેશન્સ અદાલતે જીત રસીકભાઈ પાબારીની આગોતરા જામીન અરજી રદ કરવાનો હત્પકમ ફરમાવ્યો હતો.
આ કામમાં પીડિતા વતી યુવા ધારાશાક્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર, જય અકબરી, યશ ખેર તથા સરકાર પક્ષે એ પી પી પરાગભાઈ શાહ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech