પાણીપુરી એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે તેનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. મોટાભાગના લોકો તેને સાંજના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો સાંજે તેમની ભૂખ સંતોષવા માટે પણ પાણીપુરી ખાય છે. તે ભારતના વિવિધ સ્થળોએ અલગ અલગ નામથી ઓળખાય છે. કેટલાક લોકો તેને ગોલગપ્પા કહે છે તો કેટલાક તેને પુચકા કહે છે. પરંતુ શું જાણો છો કે કર્ણાટકમાં પાણીપુરીના 22 ટકા સેમ્પલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના ગુણવત્તાના ધોરણો સાબિત કરવામાં અસક્ષમ છે? જાણો શું કહે છે રિપોર્ટ.
ડેક્કન હેરાલ્ડના એક અહેવાલ મુજબ, કર્ણાટકમાં વેચાતી લગભગ 22 ટકા પાણીપુરી FSSAIના સલામતી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. અધિકારીઓએ રાજ્યભરમાંથી પાણીપુરીના 260 નમૂના એકત્ર કર્યા હતા. તેમાંથી 41 અસુરક્ષિત માનવામાં આવ્યાં હતાં કારણ કે તેમાં કૃત્રિમ રંગો તેમજ કેન્સર પેદા કરતા પદાર્થો હતા. આ સિવાય 18 ખરાબ ગુણવત્તાના અને ખાવા માટે અસુરક્ષિત હોવાનું જણાવાયું હતું. ઘણા નમૂના વાસી મળી આવ્યા હતા અને માનવ વપરાશ માટે યોગ્ય નથી. પાણીપુરીના સેમ્પલમાં બ્રિલિયન્ટ બ્લુ, સનસેટ યલો અને ટાર્ટ્રાઝીન જેવા કેમિકલ્સ મળી આવ્યા હતા જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
કર્ણાટક સરકારે ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઇન-બી પર પ્રતિબંધ મૂક્યો હતો. જેનો ઉપયોગ ગોબી મંચુરિયન અને કોટન કેન્ડી જેવી વાનગીઓમાં થતો હતો.
પાણીપુરીનું પાણી ભેળસેળયુક્ત છે કે નહીં તે કેવી રીતે તપાસવું?
દરેક વ્યક્તિ પાણીપુરીનું પાણી અલગ-અલગ રીતે તૈયાર કરે છે. જો કે તેમાં કોઈપણ પ્રકારના કેમિકલ કે રંગની ભેળસેળ હોય તો તમે તેને સરળતાથી પકડી શકો છો. ધ્યાન રાખો કે જો પાણી આમલીનું હોય તો તે આછા બદામી રંગનું હશે. જ્યારે ધાણા કે ફુદીનાનું પાણી હોય તો તે ઘાટા લીલા રંગનું હશે. જો પાણીનો રંગ આછો થઈ જાય તો તેમાં એસિડની ભેળસેળ થઈ શકે છે. જો ગોલગપ્પામાં એસિડ ભેળવવામાં આવે તો સ્વાદમાં કડવાશ અને પેટમાં તરત જ બળતરા થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech