રૂપિયા ચાર લાખના બિલ ફટકારાયા: પાંચ લંગરીયા જોડાણ મળ્યા
જામનગર શહેરમાં આજે પીજીવીસીએલ દ્વારા જુદા જુદા વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન ૧૦ સ્થળેથી વીજ ચોરી પકડાઈ હતી, અને તેઓને રૂપિયા ચાર લાખના વિજ ચોરીના બિલ ફટકાવવામાં આવ્યા છે. ઉપરાંત પાંચ લંગરીયા વીજ જોડાણ મળ્યા હોવાથી તેઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે.
જામનગર પી.જી.વી.સી.એલ. ની સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ ના નાયબ ઇજનેર અજય પરમાર ની રાહબરી હેઠળ જામનગર શહેર વિસ્તારો માં અલગ અલગ જગ્યા એ પાંચ જેટલી અલગ અલગ જુનિયર ઈજનેર તથા ટેકનીકલ સ્ટાફ ની ટુકડીઓ બનાવીને સાથે રહીને વીજ ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં નવીવાસ, સાતરસ્તા નજીક જલારામ નગર, વાલકેશ્વરી નગરી, વાલ્મીકિ નગર, મંગલબાગ, વિગેરે જેવા વિસ્તારોમાં સઘન વીજચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન કુલ ૧૦ જેટલા વીજ ચોરીના કેસો કરવામાં આવ્યા હતા.
જે તમામ વીજ ગ્રાહકોને અંદાજિત ૪ લાખ નાં વીજ દંડ ફટકારવામાં આવેલા છે, અને આ કેસો પૈકી પાંચ જેટલા બિન અધિકૃત વીજજોડાણો લેનાર ની વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech