જસદણના સાણથલી ગામે રહેતા યુવાને પોતાની કારની જાહેરાત ફેસબુક પર મૂકી હોય દરમિયાન રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા શખસ અને તેનો મિત્ર અહીં કાર ખરીદવા આવ્યા હતા. યુવાનને ૫.૩૫ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા યુવાને તપાસ કરતા માલુમ પડું હતું કે, જે એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું તેનો ચેક આપ્યો હતો અને આધાર કાર્ડ પણ ખોટું હોવાનું માલુમ પડું હતું. જેથી યુવાન સાથે આ બંને શખસોએ છેતરપિંડી કરી હોય તેણે આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા અને ખેતીકામ કરનાર સંદીપ ગોબરભાઇ વેકરીયા(ઉ.વ ૩૫) નામના યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા નિશિત જગદીશભાઈ મહેતા અને નિશિતના મિત્રના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે આઈ–૨૦ કાર હોય જે કાર વેચી નાખવી હોય જેથી તેના ફોટા સાથેની જાહેરાત ફેસબુક એકાઉન્ટમાં મૂકી હતી. દરમિયાન તારીખ ૧૬૧૧૨૦૨૪ ના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હત્પં રાજકોટથી નિશિત મહેતા બોલું છું તમે જે ગાડીના ફોટા મૂકયા છે તે મારે લેવી છે તે હત્પં જોવા આવું છું મને ગાડી ગમશે તો હત્પં વહીવટ ચેકથી કરીશ રોકડમાં વહીવટ કરતો નથી. આમ વાત કર્યા બાદ તે જ દિવસે નિશિત સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાર લઇ અહીં આવ્યો હતો અને તેની સાથે તેનો મિત્ર પણ હતો. બાદમાં તેણે યુવાનની આઈ–૨૦ કારનો ચક્કર લગાવ્યા બાદ કહ્યું હતું કે મને ગાડી ગમે છે અને આ ગાડી મારે લેવી છે. જેથી ગાડીની કિંમત ૫.૩૫ લાખ નક્કી થઈ હતી. આ સમયે નિશિતે કહ્યું હતું કે મેં મારી દીકરીને પ્રોમિસ આપ્યું છે કે આજે હત્પં ગાડી લઈને જ આવીશ આવતીકાલે શનિવાર છે અને બાદમાં રવિવાર જેથી સોમવારે આવી ગાડી ના વેચાણ કાગળો કરી દેજો અને આ મારો મિત્ર આશિષ છે તેમ કહી તેની ઓળખાણ કરાવી હતી. આશિષ પાસે રહેલ ચેકબુકમાંથી એક ચેકમાં યુવાનને તેનું નામ લખવાનું કહ્યું હતું. ત્યારબાદ બાકીની વિગતો ભરી તેમાં ૫.૩૫ લાખની રકમ ભરી હતી અને આ ચેક યુવાનને આપ્યો હતો. તેમજ આશિષનું આધારકાર્ડ પણ વોટસએપ કયુ હતું જેમાં આશિષ જગદીશભાઈ ચૌહાણનું નામ હતું.
ત્યારબાદ તારીખ ૧૮૧૧ ના ફરિયાદીએ જસદણ ખાતે બેંક ઓફ બરોડામાં આજે જમા કરાવતા તેમને બેંક તરફથી ફોન આવ્યો હતો કે તમે જમા કરાવેલ ચેક રિટર્ન થયો છે જેથી તેણે નિશિતને ફોન કરી કહેતા કહ્યું હતું કે હત્પં અમદાવાદ છું સહીમાં ફેરફાર હશે એટલે ચેક રિટર્ન થયો હશે તેમ કહ્યું હતું. હત્પં તમને આરટીજીએસટી પૈસા કરાવી આપીશ તેમ કહ્યું હતું પરંતુ બીજા દિવસે પણ કોઈ પૈસા આપ્યા ન હતા. જેથી યુવાનને શંકા જતા તેને આપેલ આધારકાર્ડના સરનામે તપાસ કરતા સરનામું ખોટું હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં રાજકોટ કોમર્શિયલ બેંકમાં તપાસ કરતા જે એકાઉન્ટનો ચેક આપ્યો હતો તે એકાઉન્ટ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આધારકાર્ડમાં દર્શાવેલ ફોટા બાબતે મિત્ર મારફત તપાસ કરતા તે નીરવ ગોહિલ હોવાનું માલુમ પડું હતું. જેથી નીરવ ગોહિલ પાસે જઈ આ આધારકાર્ડ બાબતે પૂછતા ફોટો પોતાનો હોવાનું કહ્યું હતું. જેથી યુવાને તેના ઘરના સીસીટીવી ફટેજ દેખાડતા તેના ઘરે ગાડી લેવા આવનાર વ્યકિત નિશિત મહેતા હોવાનું કહેતા તેના ઘરે જઈ તપાસ કરતા નિશિત મળી આવ્યો ન હતો. આમ નિશિત તથા તેના મિત્રએ મળી યુવાન પાસેથી કાર લઇ પૈસાનો ચૂકવી તેની સાથે ૫.૩૫ લાખની છેતરપિંડી કરી હતી જે અંગે યુવાને ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech