મધ્ય ગુજરાત પર સાયકલોનિક સકર્યુલેશન: કચ્છ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ હિટ વેવનું યલો એલર્ટ
કચ્છ સુરેન્દ્રનગર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે અને આવતીકાલે બે દિવસ માટે હીટ વેવ નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ વિસ્તારો ઉપરાંત રાયના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાકના ૨૫ થી ૩૦ કીલોમીટર રહેવાની અને અમુક જગ્યા એ તે ૪૦ કિલોમીટર સુધી પહોંચવાની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી બે દિવસ માટે યાં હીટ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ડસ્ટ સ્ટ્રોમ માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાનમાં આજે સવારે મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરથી માંડી ૫.૮ કીલોમીટરની ઐંચાઈ સાયકલોનીક સરકયુલેશન છવાયુ છે અને તે આગામી બે ત્રણ દિવસમાં પ્રભાવશાળી બનશે. તેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસુ શ થાય તે પહેલા માવઠાની શકયતા ઊભી થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ થી ૮૫ ટકા જેટલું ઐંચું છે. આકાશમાં અનેક સેન્ટરોમાં ભેજવાળા વાદળો જોવા મળે છે અને તેના કારણે ચોમાસુ શ થાય તે પહેલા એક વરસાદ પડી જાય તેવું લાગે છે.
શુક્રવારે અમદાવાદ અમરેલી રાજકોટ ભાવનગર ડીસા ગાંધીનગર સુરેન્દ્રનગર સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨.૬ ડિગ્રી નોંધાયું છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થશે તેવું અનુમાન હવામાન ખાતાએ વ્યકત કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech