સુભાષબ્રીજથી ગુલાબનગર અને એન્ટ્રી ગેઇટને પણ લાઇટીંગથી શણગારાશે : જામનગરમાં ભરાતી ગુજરીબજાર અંગે થશે નિર્ણય : આવતીકાલે સ્ટે. કમિટીમાં દરખાસ્ત થશે પસાર
જામનગર કોર્પોરેશન દ્વારા શહેરની સજાવટ કરવા માટેના પ્રયત્નો થઇ રહયા છે, આગામી દિવસોમાં તેના પરિણામ પણ આવશે, કાલે તા. 22ના રોજ મળનારી સ્ટે. કમિટીમાં કેટલાક કામોને મંજુરી આપી દેવામાં આવશે, ખાસ કરીને સાત રસ્તાથી દિગ્જામ સર્કલ અને ગોકુલનગર જકાતનાકા રોડ પર થશે સેન્ટ્રલ લાઇટીંગની સુવિધા કરાશે. તેમજ સુભાષબ્રીજથી ગુલાબનગર અને એન્ટ્રી ગેઇટને પણ લાઇટીંગથી શણગારાશે, જામનગરમાં ભરાતી ગુજરીબજાર અંગે પણ નિર્ણય થશે, ઉપરાંત જામનગરને એક નવી સ્માર્ટ સ્કુલ મળશે. આ તમામ દરખાસ્ત સ્ટે. કમિટીમાં પસાર થશે.
આવતીકાલે જામનગર કોર્પોરેશનની સ્ટે. કમિટી મળનાર છે ત્યારે દરખાસ્ત નં. 3માં જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા અને સોનલનગર પ્રાથમિક શાળાને ડેવલપ કરીને સ્માર્ટ બનાવવા માટેની દરખાસ્ત મ્યુ. કમિશ્નરે રજુ કરી હતી, હવે આ દરખાસ્ત સ્ટે. કમિટીમાં આવતા તે અંગે નિર્ણય લેવાશે.
ઉપરાંત આગામી દિવસોમાં મ્યુઝીકલ પ્રોગ્રામ ઇન જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશન અન્વયે સિલેકશન ઓફ ધી એજન્સી ફોર એરેજમેન્ટ ઓફ થીમ આધારીત કાર્યક્રમ થશે, ગૌરવ પથ તરીકે ગણાતા ટાઉનહોલથી સાત રસ્તા સુધી, ઉપરાંત સુભાષબ્રીજથી ગુલાબનગર એન્ટ્રી રોડ અને સાત રસ્તાથી દિગ્જામ સર્કલ તથા સાત રસ્તાથી ગોકુલનગર જકાતનકા રોડ પર સેન્ટ્રલ લાઇટીંગ કરવામાં આવશે આ અંગેની 5 અને 6 નંબરની દરખાસ્ત પણ કમિટીમાં મુકવામાં આવી છે.
જામનગર શહેરમાં ગુજરીબજાર અંગે અવાર નવાર માથાકુટ થાય છે, રવિવારથી શનિવાર સુધીમાં ભરાતી અલગ અલગ ગુજરી બજાર અંગે શું કરવું તે વિશે પણ ચચર્િ વિચારણા કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નં. 10માં કૈલાશપાર્ક રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ, ડીવાઇન હોસ્પીટલ પાસે સીસી રોડ, રાજપાર્ક કોમ્યુનીટી હોલ પાસે સીસી રોડ, નાગેશ્ર્વર ઉદાસીન બાપુના આશ્રમ પાસે સીસી બ્લોક સહિતના કામોની દરખાસ્ત મંજુર થાય તેવી શકયતા છે.
વોર્ડ નં. 2, 3 અને 4માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કના કામો ઉપરાંત વોર્ડ નં. 5, પટેલ સમાજ સહિતના વિસ્તારોમાં સીસી રોડના કામ, જામનગર ફેસ-3 પાસે કનસુમરા ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જુના સર્વે નં. 83 થી 88માંથી પસાર થતો 27 મીટરનો રસ્તો સીસી રોડ બનાવવા નિર્ણય કરાય, સાંસદની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. 1માં ગીરીરાજ મીલ પાસે સીસી રોડ, વોર્ડ નં. 10માં કાશી વિશ્ર્વનાથ મંદિરની જગ્યામાં ડોમ બનાવવા નિર્ણય કરાશે.
એમ્યુઝમેન્ટ પાર્કના જીમના સાધનો માટે ા. 38940, રણમલ તળાવ પાસે હોડીંગ્સ બનાવવા 38760, વીએમડી ઇન્સ્ટોલ માટે સીમકાર્ડના ા. 36 હજાર, લોકડાયરા માટે ા. 25 હજાર સહિતનો ખર્ચ જાણ માટે છે એ તમામ ખર્ચ મંજુર કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આજે આ રાશિના લોકોને મળશે ઇચ્છિત પરિણામ, સમજદારીપૂર્વક આગળ વધવુ
April 13, 2025 08:55 AMહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMHome Loan: હોમ લોન લેવી થશે સરળ, આ સરકારી બેંકે ઘટાડ્યા પોતાના વ્યાજ દર
April 12, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech