કેન્દ્ર સરકારે વક્ફ સુધારા કાયદા પર પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં, સરકારે કાયદાનો બચાવ કર્યો છે, એટલે કે તેને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી, યુઝર દ્વારા વકફને ફક્ત નોંધણીના આધારે માન્યતા આપવામાં આવે છે, મૌખિક રીતે નહીં.
કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા છે. વકફ સુધારા કાયદા મુજબ, મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે, મુસ્લીમોના ધાર્મિક અધિકારોમાં કોઈ દખલ કરતો નથી. આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.
કેન્દ્ર સરકારે વકફ અંગે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો બંધારણીય રીતે માન્ય માનવામાં આવે છે, ખાસ કરીને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની ભલામણો અને સંસદમાં વ્યાપક ચર્ચા પછી બનાવવામાં આવેલ કાયદો.
કેન્દ્રએ કોર્ટને વિનંતી કરી કે હાલમાં કોઈપણ જોગવાઈ પર વચગાળાનો સ્ટે ન લગાવવામાં આવે. આ સુધારો કાયદો કોઈપણ વ્યક્તિના વકફ બનાવવાના ધાર્મિક અધિકારમાં દખલ કરતો નથી. આ કાયદામાં ફક્ત વ્યવસ્થાપન અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે.
આ બિલ પસાર થતાં પહેલાં, સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી અને 97 લાખથી વધુ હિતધારકોએ સૂચનો અને મેમોરેન્ડમ આપ્યા હતા. સમિતિએ દેશના દસ મોટા શહેરોની મુલાકાત લેવી પડી અને જનતા વચ્ચે જઈને તેમના મંતવ્યો જાણવા પડ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMખંભાળિયાના ભરાણા ગામેથી ઘોડા ડોક્ટર ઝડપાયો
May 20, 2025 10:58 AMજામનગર જિલ્લાના દરીયા કિનારાના 100 ગામમાં લગાશે સાયરન.
May 20, 2025 10:52 AMજિલ્લા સંકલન-ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતાં હેમંત ખવા
May 20, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech