ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધીત વિવિધ નવી જોગવાઈ ઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.તમામ રિપોર્ટ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર ભાર મુકાયો હતો.
તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયની સજા વાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતી લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા ફોજદારી કાયદા ઓમા ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈ ઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટસ સહિત અન્ય મેડિકલ રિપોર્ટસ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મુક્યો હતો.
અમિત શાહે જેલ, સરકારી હોસ્પિટલો, બેન્ક, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વગેરેમાં પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ દાખલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવતા ઉમેર્યુ કે, રાજ્યની જેલોમાં દરેક ન્યાયાલય માટે એક વિડિયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ. પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઈલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરીંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધિરિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યુ હતું.ઉપરાંત 30 એપ્રિલ સુધીમાં દરેક પોલીસ સ્ટેશનમાં નવા ફોજદારી કાયદાનો અમલ થાય તેવી સૂચના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech