રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચીવ (સરકાર્યવાહ) ની ઉપસ્થિતિમાં કરાશે
સને ૧૯૨૫ને વિજયાદશમીના દિવસે આ.એસ.એસ.ની સ્થાપના થઈ હતી.આગામી ૧૨-૧૦-૨૦૨૪ના શનિવારે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ સત્યસાઈ શાળાના રમત-ગમતના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જામનગર જિલ્લાનો વિજયાદશમી ઉત્સવ રહેવાનો છે.
આ વખતે આર.એસ.એસ.ના સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબાલેની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં આવવા માટે ગણવેશ સાથે ઉપસ્થિત રહેવા માટેનું રજીસ્ટ્રેશન શરુ થઈ ગયું છે. જામનગર જિલ્લાના અને દેવભૂમિ દદ્વારકા જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના ૩૦૦થી વધુ ગામોમાંથી અને નગર અને શહેરના ૧૦૦ થી વધુ વસ્તી એટલે કે વિસ્તાર માંથી ૪૦૦૦થી વધુ સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત રહેશે.
આ સાથે સંઘમાં માતૃશક્તિને જોડવા માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે. ૧૦૦૦ માનવશિક્ત દ્વારા ૩૦૦૦ થી વધુ પરિવાર આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેશે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. જામનગર શહેર અને જિલ્લાના રમત-ગમત, સામાજિક કાર્યકતો, સેવાકીય સંરથાઓ, ડૉક્ટર્સ,ઈન્જીનીયર્સ, બિલ્ડર, ઉધોગકારો, લેખક, અધીવકતાઓ વગેરે શ્રેણીના ૧૦૦૦ થી વધુ વિશેષ લોકો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે અતિથિવિશેષ તરીકે ૫.પૂ. આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજ (શ્રી ૫ નવતનપૂરી ધામ - ખીજડા મંદિર જામનગર) ઉપસ્થિત રહેશે.
ઘણીવાર મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે કે રાષ્ટ્ર અને સમાજની સેવા માટે અમે શું કરી શકીએ...? નારીની સુરક્ષા માટે અમે શું કરી શકીએ...? નવી પેઢીના... બાળકોના સંસ્કાર સિંચન માટે શું કરી શકીએ...? સામાજિક સમરસતા માટે શું કરી શકીએ...? આવા અનેક પડકારોને જીવવા અને તેના સમાધાન માટે સંઘ (આર.એસ.એસ.) સક્રિય છે.
આ કાર્યમાં સહભાગી થવા દરેકને આહવાન છે. સંઘને સમજવા પ્ર-૧૧ સંપ (આર.એસ.એસ.બી.) માં આવો... કોઈ નોંધણી કે કોઈ ફોર્માલીટી નહિ. તમને યોગ્ય લાગે ત્યારે આવવાનું, તમને ન ગમે કે, સમય ન હોય તો ન આવવું, મુક્ત છતાં અનુશાસિત સંગઠનનો અનુભવ કરવા એક વાર સંપ (આર.એસ.એસ.) સાથે જોડાઓ,અને તેની શરૂઆત વિજયાદશમીના કાર્યક્રમથી કરો... સંઘ સાથે જોડાવવા નજીકના કોઈ પણ કાર્યકર્તાનો સંપર્ક કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech