જામનગરમાં તાજેતરમાં તા. ૧૪-૦૮-૨૦૨૪ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ શ્રી ડી. ડી. નાગડા બીબીએ કોલેજમાં બી.કોમ, બી.બી.એ., એમ.કોમ. તથા એલ.એલ.બી. સેમ-1-3-5 ના વિદ્યાર્થીઓ માટે ઇન્વેસ્ટીચર સેરેમનીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટીડૉ. ભરતેષ શાહ, કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણ, વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસ, સ્ટાફગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્ર્મની શરૂઆત સરસ્વતી વંદના – દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજની કો-કરીક્યુલર એક્ટિવિટીઝ કરવા હેતુ નિર્ધારિત ૧૫ ક્લબના સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી તથા કો-ઓર્ડિનેટર્સ તેમજ બી.કોમ, બી.બી.એ., એમ. કોમ એન્ડ એલ.એલ.બી. ના કુલ ૨૪ વર્ગો માટે કુલ ૧૦૦ ક્લાસ રેપ્રેઝેન્ટેટીવ અને સ્પોર્ટસ રેપ્રેઝેન્ટેટીવની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમમાં વિધિ શાહ, ધ્રુવી ગોકાણી, રૂહી જમાલ, અર્પણ માંડવીયા, વંશિકા કોટક તથા સીમરન જ્ઞાનચંદાણીની નિયુક્તિ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય તમામ ઓફિસ બેરર્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેજ તથા સેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણનાં માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસના શિરે જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech