થર્ટી ફર્સ્ટને પોલીસ દ્વારા ગઈકાલે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.થર્ટી ફર્સ્ટ પૂર્વે જ પોલીસે આ ચેકિંગ કાર્યવાહી શરૂ કરી દીધી હતી જેમાં ખાસ કરીને નવા વર્ષની નશીલી ઉજવણી કરનાર શખસોને ઝડપી લેવા માટે પોલીસ આક્રમક કાર્યવાહી કરી રહી હતી. પરંતુ તેમ છતાં કેટલાક શખસોને પોલીસની આવી કડકાઈથી કોઈ ફરક પડતો ન હોય તે વાતની પ્રતીતિ કરાવતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં ગઈકાલે હોટલ નોવા ગ્રુપ દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન થયું હતું જેમાં એક શખસ અહીં નવા વર્ષની ઉજવણી દરમિયાન જમાલ કુંડુ ગીત પર પોતાના હાથમાં દારૂની બોટલ રાખી ઉજવણી કરતો હોય તેવું નજરે પડી રહ્યું છે. આ પ્રકારે કાયદાની ક્રુર મજાક ઉડાવી ઉજવણી કરનાર આ શખસને વાયરલ થયેલા આ વીડિયોના આધારે શોધી કાઢવા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ એ પણ સવાલ છે કે પોલીસ દ્વારા અગાઉથી જ આયોજકોને તેમના આયોજનમાં દારૂ-ડ્રગ્સ સહિતના દુષણનો ન થવા જોઇએ તેવી સ્પષ્ટપણે તાકીદ કરી હોય.ત્યારે ટાઇટ સિકિયુરીટી વચ્ચ કોઇ શખસ આ પ્રકારે દારૂની બોટલ સાથે ઉજવણી કરે તો આયોજકોની સામે પગલાં કેમ ન લેવા જોઇએ? શહેરમાં ગઈકાલે અલગ અલગ સ્થળોએ થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજનો થયા હતા જેમાં લોકોએ ઉલ્લાસ અને ઉમંગભેર નવા વર્ષને વધાવ્યું હતું. નવા વર્ષની આ ઉજવણી કેટલાક શખસો શરાબ સાથે કરતા હોય છે ત્યારે આ દુષણને ડામવા માટે પોલીસે અગાઉથી જ કડકાઈ પૂર્વક કાર્યવાહી કરી હતી. ગઈકાલે પણ શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું બ્રેથએનેલાઈઝરની મદદથી નશો કરી નીકળેલા શખસોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સંખ્યાબંધ વાહન ચાલકોને ચકાસવામાં આવ્યા હતા.
પોલીસની આટલી સતર્કતા વચ્ચે પણ કેટલાક શખસો નવા વર્ષની ઉજવણી શરાબ સાથે જ કરવાનું થાની લીધું હોય તેમ આજે એક વીડિયો સોશિયલ મીડિયામાં ગૌરવ નામના આઇડી પરથી વાયરલ થયો છે. જેમાં એક શખસ પોતાના હાથમાં શરાબની બોટલ રાખી નવા વર્ષની આવકારી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટમાં હોટલ નવા ગ્રુપ દ્વારા આયોજિત થર્ટી ફર્સ્ટ પાર્ટીનો હોવાનું વિડીયો પરથી જણાવી રહ્યું છે. જે વીડિયોમાં ફિલ્મ એનિમલના ખૂબ જ ચર્ચિત બનેલા ગીત જમાલ કુંડુ પર હાથમાં દારૂની બોટલ રાખી ડાન્સ કરતો હોવાનું નજરે પડે છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો આગની જેમ વાયરલ થયો હતો જેથી વાત પોલીસ સુધી પણ પહોંચી હતી ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા અગાઉથી જ થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજકોને સ્પષ્ટપણે ટકોર કરી દેવામાં આવી હતી કે દારૂ- ડ્રગ્સ સહિતના દુષણ કોઈપણ ભોગે થવા જોઈએ નહીં પરંતુ તેમ છતાં ટાઈટ સિક્યુરિટી વચ્ચે જ્યારે કોઈ શખસ આ રીતે પાર્ટીમાં દારૂની બોટલ હાથમાં રાખી વિડીયો ઉતારી આ વીડિયો શેર પણ કરતો હોય ત્યારે આયોજકોની બેજવાબદારી અંગે પણ પોલીસે ચોક્કસપણે કાર્યવાહી કરવી જોઈએ.
અટલ સરોવરમાં રજવાડી ગ્રુપના આયોજકો સામે ધ્વની પ્રદૂષણ કર્યાના ગુનો નોંધાયો
યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ જગમાલભાઈ ખટાણા, કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ગઈકાલે થર્ટી ફર્સ્ટને લઇ પેટ્રોલિંગમાં હતો દરમિયાન નવા 150 ફૂટ રીંગરોડ પર અટલ સરોવર પાસે આવતા અહીં અટલ સરોવરની અંદર રજવાડી ગ્રુપ દ્વારા થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં તીવ્ર ઘોંઘાટ અને માઈકનો અવાજ આવતો હોય જેથી પોલીસે અહીં જઈ આયોજક બાબતે પૂછપરછ કરતા આયોજન હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ 28 રહે.રૈયા રોડ શિવપરા શેરી નંબર-7) ઉપરાંત મેનેજમેન્ટ સંભાળનાર અન્ય આયોજકમાં મનીષ નરસિંહભાઈ ચાવડા (ઉ.વ 39 રહે. ગવર્મેન્ટ ક્વાર્ટર 84, કાલાવડ રોડ રાજકોટ) તથા સાઉન્ડ ઓપરેટર પારસ સુરેશભાઈ જોશી (ઉ.વ 42 રહે. સાધુવાસવાણી રોડ, જનકપુરી આવાસ યોજના ક્વાર્ટર) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે શહેર પોલીસ કમિશનરનું ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામાનો ભંગ કરી ધ્વનિ પ્રદૂષણ કરવા અંગે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech