જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સરકારી હોસ્પિટલના ઉપક્રમે સેમિનાર યોજાયો
"વિશ્વ આરોગ્ય સંસ્થા" તેમજ "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ"ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે 10 ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે "It is Time to Prioritize Mental Health in the Workplace" ને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની મુખ્ય થીમ તરીકે પસંદ કરવામાં આવી છે.
જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ખંભાળિયાની જનરલ હોસ્પિટલના જિલ્લા માનસિક આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં આવેલી જિલ્લા અદાલતના સભાખંડ ખાતે મંગળવારે મેન્ટલ હેલ્થ અવેરનેશ બાબત અંગેનો સેમિનાર યોજાયો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને મુખ્ય ન્યાયાધીશ એસ.વી. વ્યાસના માર્ગદર્શનમાં જિલ્લાની તમામ અદાલતોના ન્યાયાધીશો, અધિકારીઓ, કર્મચારીઓ, વકીલોનું માનસિક આરોગ્ય તંદુરસ્ત રહે અને બધા સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં કામગીરીના સ્થળ પર કાર્ય કરે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિષય સંદર્ભે જનરલ હોસ્પિટલના ડો. જગદીશ વારોતરિયા, ડો. વિજય પિપરોતર, સાવનભાઈ ઠકરાર, ભાવિકાબેન બોદર વિગેરેએ હાજર રહીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત નાલસાની માનસિક રીતે અસ્થિર અને બીમાર વ્યક્તિ અંગેની સ્કીમ તથા દિવ્યાંગ બાળકો માટેની કાનૂની સેવા અંગેની સ્કીમ અંતગર્ત જે લોકો શારીરિક, માનસિક રીતે દિવ્યાંગ છે, તેઓ સરકારની વિવિધ યોજનાનો સક્ષમ રીતે લાભ લઈ શકે તે માટે DLSA અને જનરલ હોસ્પિટલના સહયોગથી ડિસેબિલિટી સર્ટીફીકેટ મેળવવા માટેનો કેમ્પ શુક્રવાર તા. 11 ના રોજ દ્વારકામાં સરકારી હોસ્પિટલ, તા. 18 ના રોજ કલ્યાણપુર, તા. 25 ના રોજ સરકારી ભાણવડ ખાતે યોજાનાર છે. જે કેમ્પનો જરૂરિયાતમંદ વ્યક્તિઓ લાભ લ્યે તેવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ગોરધનપર પાટિયા પાસે ખાનગી બસના ચાલકે નગરસેવિકાને અડફેટે લેતા અકસ્માત
May 21, 2025 12:30 PMજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech