રાજકોટ શહેરમાં મહાપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી ઓનપેપર મજબુત હોય છે. શહેર જયારે મચ્છરજન્ય કે સિઝનલ રોગમાં ઝકળાય ત્યારે મહાપાલિકાના દફતે પણ આવા ગણ્યા ગાંઠયા કેસ નોંધાવા લાગે છે. ગત સાહે ડેંગ્યુના ત્રણ અને મેલેરિયાના બે કેસ નોંધાતા હવે શહેરમાં મચ્છરજન્ય રોગનો પગપેસારો શરૂ થઈ ગયો છે તે નિિત જેવુ બન્યું છે. સામાન્ય બિમારીઓના આંકમાં પણ ઉછાળો આવ્યો છે.
રાજકોટ મહાપાલિકા દ્રારા મચ્છરજન્ય રોગના સાહ દરમિયાન નોંધાયેલા આંકડોની યાદી જાહેર કરાઈ છે જેમાં ડેંગ્યુના ત્રણ દર્દી મળી આવ્યા છે જયારે મેલેરિયાના બે કેસ, ટાઈફોઈડના ચાર દર્દી કોલેજરાએ પણ મોં ફાડયું હોય તેમ વધુ એક કેસ ચોપડે નોંધાયો છે. મહાપાલિકાના દફતરે નોંધાતા આંકડાઓ તો કદાચ નહીંવત જેવા જ હશે. આમ છતાં જો મનપાની આરોગ્ય શાખામાં અત્યાર સુધી નીલ બતાવતા આંકમાં મચ્છરજન્ય રોગના આકં નોંધાતા હવે શહેરીજનોએ સાવધ બનવુ જરૂરી બન્યું છે.
અન્ય મચ્છરજન્ય કે સિઝનલ, પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો આવ્યો છે. શરદી, ઉધરસના ૧૨૬૧ કેસ, સામાન્ય તાવના ૫૫૯ દર્દી, ૪૦૧ને ઝાડા–ઉલ્ટી થયા છે. કમળાએ પણ ખાતુ ખોલાવ્યું છે, મહાપાલિકા દ્રારા જાહેર થયેલા આકં મુજબ જો મનપા અને સામાન્યજન બને સાવચેત નહીં રહે તો હજી તો રાજકોટમાં વરસાદ એવો પડયો જ નથી ત્યાં રોગ વકરી રહ્યા છે. વરસાદ વરસસે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધશે અને રાગેચાળો પણ ફેલાવાની દહેશત દેખાય રહી છે.
મહાપાલિકા દ્રારા ડેંગ્યુ, મલેરિયા અટકાવવા માટે ખાલી પાત્રો, ટાંકીઓ, બેરલ, કરબા ખુલ્લ ા હોય તેમા પાણી ભરીને ન રાખો હવા ચૂસ્ત ઢાંકણાવાળા પાત્રોમાં જ પાણીનો સ્ટોક કે આવી વસ્તુઓમાં પાણી નિયમિત સાફ કરવા, છત પર કે કયાંય આસપાસ પાણી ભરાયેલું ન રહે તેની તકેદારી રાખવાના સૂચન કર્યા છે
કોલેરાએ મોં ફાળ્યું, વધુ એક કેસ મળ્યો
રાજકોટ શહેરમાં પાણીજન્ય, મચ્છરવાહક રોગોએ ડેર તંબુ તાણ્યા છે. કોલેરાએ શહેરમાં મોં ફાળ્યું હોય તેમ વધુ એક કેસ મળી આવતા તત્રં દોડધામમાં પડયું છે. શહેરના વિજયપ્લોટ વિસ્તારમાં કોેલેરાનો પ્રથમ કેસ મળ્યો હતો. ત્યારબાદ વધુ બે કોલેરાના કેસ મળી આવ્યા હતા. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમે દોડાદોડી કરી જરૂરી તકેદારીરૂપ કામગીરી હાથ લીધી હતી. ત્યાં ફરી અટલ સરોવર પાસે કોલેરાનો એક દર્દી મળી આવ્યો છે. કોલેરાગ્રસ્ત ૨૦ વર્ષિય યુવકને સારવારમાં ખસેડાયોછે. આ વિસ્તારમાં પણ કોલેરા સંદર્ભની કામગીરી હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech