શહેરમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણાખરા કિસ્સાઓમાં દારૂ પી વાહન ચલાવવાથી અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન ગઈકાલે સમી સાંજના શહેરના ગોંડલ ચોકડી નજીક તુલિપ પાર્ટી પ્લોટ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર કૂદી સામેથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી. જેમાં કારચાલકને ઈજા પહોંચી હતી. બનાવના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે ખાનગી ટ્રાવેલ્સના ચાલકની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. ઘટના અંગે વાયરલ થયેલા વીડિયોમાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું નજરે પડી રહ્યું છે. ત્યારે ચાલક નશો કરી વાહન ચલાવતો હતો કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજસ્થાનના બાડમેર જિલ્લાન ચૌહટન તાલુકાના ભોમસર તારાત્રા ગામે રહેતા હરખારામ જોગારામ ચૌધરી(ઉ.વ 44) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટાટા કંપનીની કાર નંબર જીજે 3 પીડી 0734 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ગણેશ ટ્રાવેલ્સની બસમાં ડ્રાઇવિંગ કામ કરે છે. ગઈકાલે જુનાગઢથી રાજસ્થાન તરફ ટ્રાવેલ્સ લઈને જઈ રહ્યો હતો. દરમિયાન સાંજના 6:30 વાગ્યા આસપાસ ગોંડલ ચોકડી નજીક તુલિપ પાર્ટી પ્લોટ પાસે ગોંડલ ચોકડીના પુલ નજીક હાઇવે પર પહોંચતા પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર જીજે 3 પીડી 0734 ના ચાલકે કાબૂ ગુમાવી ડિવાઇડે ટપી ફરિયાદીની ટ્રાવેલ્સ બસ સાથે કાર અથડાઈ હતી. બનાવના પગલે અહીં લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ઘવાયેલા કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં બસમાં નુકસાન થયું હોય જેથી બસચાલકે આ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ અકસ્માતની આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં કારમાં પાછળની સીટ પર દારૂની બોટલ હોય તેવું નજરે પડે છે. ત્યારે કારચાલક નશાની હાલતમાં વાહન ચલાવતો હતો કે કેમ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech