રાજકોટની ભાગોળે આવેલા ગઢકાથી દારૂ ભરીને આવતી મારુતિ ફ્રન્ટી કાર 80 ફૂટ રોડ પર ભારતનગર પાસે પહોંચતા થોરાળા પોલીસે પૂર્વ બાતમીના આધારે કારણે રોકી તલાસી લેતા તેમાંથી દારૂની 48 બોટલ મળી આવતા કાર સહીત રૂ.1,15,352નો મુદામાલ કબ્જે કરી ચાલક રોહન ભીમાભાઇ સોલંકીને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
થોરાળા પોલીસ મથકમાં પીઆઈ એન.જી.વાઘેલાની સૂચનાથી પીએસઆઇ એન.આર.ડોબરીયા અને ટિમ પેટ્રોલીંગમાં હોય ત્યારે પો.કોન્સ.ભરતસિંહ પરમાર અને કિરણભાઈ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ગઢકા તરફથી આવતી જીજે-03-ડીડી-4105 નંબરની મારુતિ ફ્રન્ટી કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે 80 ફૂટ રોડ પર ભારતનગર ત્રિશુલ કારખાના પાસે વોંચ ગોઠવતા ત્યાંથી પસાર થતી કારણે રોકી ચાલકનું નામ પૂછતાં પોતાનું નામ રોહન ભીમાભાઇ સોલંકી (રહે-કુબલિયા પરા શેરી નં-5) નો હોવાનું જણાવતા કારની તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 48 બોટલ દારૂ મળી આવતા કાર અને દારૂની બોટલો મળી કુલ રૂ.1,15,352નો મુદામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી હતી. આ દારૂ કોણે આપ્યો હતો અને કોઈને આપવાનો હતો કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech