કોડીનાર પાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ ૬૧.૩૬ ટકા મતદાન
ગઈકાલે સવારથીજ શાંતિપૂર્ણ માહોલ માં યોજાયેલી કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ૬૧.૩૬ ટકા જેટલું ધિંગુ મતદાન નોંધાયું છે.
કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપની ૪ બેઠકો બિન હરીફ જાહેર થતાં ૭ વોર્ડની ૨૪ બેઠકો માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.સવારે અતિ ધીમા અને નીરસ મતદાન બાદ બપોર પછી મતદાન વધુ માત્રામાં થતાં મતદાન નો આંકડો ઐંચકાયો હતો.અનેક મતદાન બુથો ઉપર લાઈનો જોવા મળી હતી.જેમાં મતદારો ના નામ બીજા બુથો માં ફરી જતા મતદારો દુવિધા માં મૂકાતા શઆત માં ૨ કલાક મતદાન અતિ ધીમું અને નીરસ થયું હતું.યારે વોર્ડ નં.૩ માં બુખારી મોહલ્લ ા માં માં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન અર્ધેા કલાક ખોરવાયું હતું તેમજ તત્રં દ્રારા દિવ્યાંગ મતદારો માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં ન આવતા દિવ્યાંગ મતદારો ને મતદાન કરવા તકલીફ નો સામનો કરવો પડો હતો. કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં નવ દંપતીઓ ,યુવાનો ની સાથે મોટી ઉમર ના વૃદ્ધો એ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કરી લોકશાહી ના પર્વ ની ઉજવણી કરી હતી.સાંજે ૫ વાગ્યા સુધીમાં ૫૫.૪૩ ટકા મતદાન થયું હતું.તો મતદાનનો સમય પૂર્ણ થતાં સાંજે ૬ વાગ્યે મતદાન મથકોના ગેટ બધં કરવામાં આવ્યા હતા.કોડીનારમાં કુલ ૧૪ બિલ્ડીંગમાં ૩૨ બુથ ગોઠવવામાં આવ્યા હતા.તમામ બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી સેંકડોની સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.મતદાન પૂર્ણ થતાં કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૬૧.૩૬ ટકા મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. ૭ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ૪૭ ઉમેદવારો ના ભાવિ મતદાન પેટી માં કેદ થતા હવે તા.૧૮ ના મતગણતરી નાં દિવસે પરિણામ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech