કેનેડામાં સતત વધી રહેલી આર્થિક સમસ્યાઓને જોતા જસ્ટિન ટ્રુડો સરકારે મોટો નિર્ણય લીધો છે. જસ્ટિન ટ્રુડોએ વિશ્વભરમાંથી આવતા વિધાર્થીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે વિધાર્થીઓની સંખ્યામાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે. આવતા વર્ષે વધુ ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.જેના પગલે હજારો ભારતીય વિધાર્થીઓ કે જેઓ કેનેડા જવા માંગે છે, ત્યાં નોકરી કરવા માંગે છે તેમનું સ્વપન રોળાશે.
કેનેડા લાંબા સમયથી ભારતીયો માટે અભ્યાસ અને નોકરી માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ હવે ભારતીય અને વિશ્વના અન્ય દેશોમાંથી વિધાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વિઝા પોલિસીમાં ફેરફારને કારણે ભારત સહિત વિશ્વભરના વિધાર્થીઓ પહેલેથી જ ઓછી સંખ્યામાં કેનેડા જઈ રહ્યા છે. હવે જસ્ટિન ટ્રુડોએ પણ વિધાર્થીઓની સંખ્યા ઘટાડવાનું કહ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું, 'અમે આ વર્ષે ૩૫ ટકા ઓછા આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને પરમિટ આપી રહ્યા છીએ. આવતા વર્ષે આ સંખ્યામાં વધુ ૧૦ ટકાનો ઘટાડો થશે. ઇમિગ્રેશન એ આપણા અર્થતત્રં માટે લાભ છે. પરંતુ યારે 'ખરાબ તત્ત્વો' સિસ્ટમનો દુપયોગ કરશે અને વિધાર્થીઓનો ફાયદો ઉઠાવશે ત્યારે અમે પગલાં લઈશું.
ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડામાં કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસમાં સરકાર વિદેશી કામદારોના નિયમોને પણ કડક બનાવશે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું, 'અમે ઓછા પગારવાળા, અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ અને તેમના કામના કલાકો ઘટાડી રહ્યા છીએ. અમે રોગચાળા પછી પ્રોગ્રામને સમાયોજિત કર્યેા. પરંતુ મજૂર બજાર બદલાઈ રહ્યું છે. અમને એવા વ્યવસાયોની જર છે જે કેનેડિયન કામદારોમાં રોકાણ કરે. જો કે ટ્રુડોના આ નિવેદનને સામાન્ય ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટ્રુડો ઇમિગ્રેશન અને નોકરીઓના મુદ્દે કેનેડામાં સતત ઘેરાબંધી હેઠળ છે
કેનેડા આવવું એ એક સૌભાગ્ય છે, અધિકાર નથી
સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા ૨૦૨૫માં ૪૩૭,૦૦૦ અભ્યાસ પરમિટ જારી કરવાની યોજના ધરાવે છે. ૨૦૨૪ માં તે ૪૮૫,૦૦૦ છે. વર્ષ ૨૦૨૬માં પણ પરમિટની સંખ્યા ૪૩૭,૦૦૦ રહેશે. અગાઉ ૨૦૨૩માં કેનેડાએ ૫૦૯,૩૯૦ વિધાર્થીઓને પરમિટ આપી હતી. મીડિયાને સંબોધતા ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, 'કેનેડા આવવું એ એક સૌભાગ્ય છે, અધિકાર નથી.' વાસ્તવિકતા એ છે કે કેનેડા આવવા ઇચ્છતા દરેક જણ આવી શકશે નહીં, જેઓ કેનેડામાં છે અને અહીં રહેવા માંગે છે તેઓ અહીં રહી શકશે નહીં
કેનેડા વિઝા બાબતે કડક રહેશે
વિદેશી કામદારો માટે વર્ક પરમિટ અંગે, તેમણે કહ્યું, 'અમે અમારા અસ્થાયી નિવાસ કાર્યક્રમને મજબૂત કરવા અને આજના બદલાતા સમયમાં કામદારોની માંગને પહોંચી વળવા વધુ વ્યાપક ઈમિગ્રેશન પ્રોગ્રામ શ કરવા પગલાં લઈ રહ્યા છીએ.' સરકાર કેટલાક આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે વર્ક પરમિટ પર વધારાના નિયંત્રણો લાદવાનું આયોજન કરી રહી છે. તે છેતરપિંડી અથવા આશ્રય દાવાઓમાં વધારાને રોકવા માટે વિઝિટર વિઝા જારી કરતા પહેલા ચેકિંગ વધારવાનું પણ આયોજન કરી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech