ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત તરફથી ઘણી વખત ચિંતા અને ઠપકો વ્યકત કરવામાં આવ્યો છે. ફરી એકવાર ભારતે કેનેડાને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે કેનેડા કેટલાક વર્ષેાથી તેની રાજનીતિમાં આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને સ્થાન આપી રહ્યું છે. હત્પં માનું છું કે આ તેમની રાજનીતિની નબળાઈ છે. જેના કારણે ત્યાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ છે.આવું ન થવું જોઈએ, જો કોઈ સમસ્યા હોય તો કહેવું જોઈએ, આ સાચો અને સારો રસ્તો નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યાને ભારત સાથે જોડી હતી, જેને ભારતે ફગાવી દીધી હતી. હવે આ મામલે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે કેનેડાએ માહિતી શેર કરવાની ભારતની વિનંતીને અવગણી છે. જયશંકરે ભારત પ્રત્યે કેનેડાના તાજેતરના વર્તનને ત્યાંના રાજકારણમાં ઉગ્રવાદીઓની સંડોવણી માટે જવાબદાર ગણાવ્યું હતું.
એસ જયશંકરે કહ્યું કે પહેલાં બંને દેશોના વડા પ્રધાનો મળ્યા હતા, યાં હત્પં પણ હાજર હતો. અમે કહ્યું હતું કે જો તમને કોઈ સમસ્યા હોય તો અમને કહો. જો તમારે બધું કહેવું ન હોય, તો ઓછામાં ઓછી થોડી વાતો તો જણાવો, જેથી અમે અમારી તપાસ કરી શકીએ.
એસ જયશંકરે કહ્યું કે કેનેડાના પીએમએ આ અંગે અમારી સાથે કંઈપણ શેર કયુ ન હતું અને પછી જાહેરમાં આક્ષેપો કર્યા હતા. બીજી તરફ અમેરિકાને જુઓ. એ અમને જાણ કરી કે તેમની પાસે ગુનેગારો વિશે કેટલીક માહિતી છે, અને તેઓ અમને તેમની બાજુથી જોવા માટે કેટલીક માહિતી આપશે, અને અમે માહિતીને મેચ કરીશું અને પછી કેસની તપાસ કરીશું. વિદેશ મંત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેનેડાની રાજનીતિમાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને સ્થાન આપવામાં આવ્યું છે, યારે અમેરિકામાં આવી કોઈ સમસ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech