શું તમે લાઇટ મોટર વ્હીકલ (LMV) ડ્રાઇવિંગ લાયસન્સ પર ટ્રેક્ટર ચલાવી શકો છો? લગભગ 7 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો તમારી પાસે LMV ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો તમે તેનો ઉપયોગ ટ્રેક્ટર અથવા રોડ રોલર ચલાવવા માટે કરી શકો છો. જો વાહનનું વજન 7,500 કિલોથી વધુ ન હોય તો. પરંતુ હવે તે નિર્ણયને પડકારતી અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો આપવાની છે. આ બાદ તે નક્કી કરી શકાય છે કે, લાઇટ મોટર વ્હીકલ (LMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ ટ્રેક્ટર જેવું વાહન ચલાવી શકે છે કે નહીં.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે બુધવારે આ કાયદાકીય પ્રશ્ન પર નિર્ણય કર્યો હતો કે, "શું લાઇટ મોટર વ્હીકલ (LMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ પણ 7,500 કિલોથી વધુ વજનનું વાહન ચલાવવા માટે હકદાર છે?". પરંતુ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. હકીકતમાં આ કાયદાકીય પ્રશ્ને LMV લાઇસન્સ ધારકોના પરિવહન વાહનોને સંડોવતા અકસ્માતના કેસોમાં વીમા કંપનીઓ દ્વારા દાવાની ચુકવણી અંગેના વિવિધ વિવાદોને જન્મ આપ્યો છે.
21 ઓગસ્ટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સંકેત આપ્યો હતો કે, તે પડકારમાંથી ઉદ્ભવતા પ્રશ્નો પર સરકારના અભિપ્રાય રજૂ કરવા માટે રાહ જોશે નહીં. તેનો અર્થ એ કે તે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.
નવ મહિના પહેલા 22 નવેમ્બર 2023ના રોજ કેન્દ્રએ કોર્ટને જાણ કરી હતી કે, તે મોટર વ્હીકલ એક્ટ, 1988 (MVA) ની કલમ 2(21) અને 10નું મૂલ્યાંકન કરશે અને સુધારાની ભલામણ કરશે. જે "લાઇટ મોટર વ્હીકલ" (LMV)ની વ્યાખ્યા અને ડ્રાઇવિંગ લાયસન્સના ફોર્મેટ સાથે સંબંધિત છે પરંતુ ત્યારથી સરકારે કોર્ટનો સંપર્ક કર્યો નથી.
જાણો મામલો શું છે અને ક્યારે શરૂ થયો ?
2017માં સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે, શું LMV માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિએ પરિવહન વાહન ચલાવવા માટે અલગ લાયસન્સ મેળવવું જરૂરી છે. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, હળવા વાહન ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર કોઈપણ વ્યક્તિ રોડ-રોલર, ટ્રેક્ટર અને "ટ્રાન્સપોર્ટ વાહનો" (જેમ કે, માલવાહક અથવા શાળા/કોલેજની બસો) પણ ચલાવી શકે છે, જો વાહનનું વજન 7,500 થી વધુ ન હોય તો. અહીં કોર્ટે 'Unladen' (વજન વગરના) શબ્દનો પ્રયોગ કર્યો હતો. અનલોડેડનો મતલબ છે કે, માત્ર વાહનનો એ વજન જેમાં ચાલક, મુસાફર અથવા કોઈ અન્ય ભાર સામેલ ન હોય.
શું કહે છે મોટર વ્હીકલ એક્ટ ?
મોટર વાહન અધિનિયમ (MVA)ની કલમ 10 હેઠળ, દરેક ડ્રાઇવિંગ લાયસન્સને વાહનોની શ્રેણીઓ ઓળખ હોવી જોઈએ જેમને લાયસન્સ ધારકને ચલાવવાની પરવાનગી છે. તેનો અર્થ એ છે કે, તમારા લાયસન્સ પર સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે તમને કયા પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી છે. આ વિભાગ 'લાઇટ મોટર વ્હીકલ' (LMV) અને 'ટ્રાન્સપોર્ટ વ્હીકલ'ને બે અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજિત કરે છે. જ્યારે MVA કલમ 2(21) હેઠળ, LMVને પરિવહન વાહન અથવા બસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેનું કુલ વજન 7500 કિલોગ્રામ કરતાં વધુ નથી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જસ્ટિસ અરુણ મિશ્રા, અમિતાવ રોય અને સંજય કિશન કૌલ (બધા હવે નિવૃત્ત)ની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, 1994માં મોટર વાહન અધિનિયમમાં સુધારા દ્વારા 'ટ્રાન્સપોર્ટ વ્હીકલ'ને એક વર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પેસેન્જર અને માલસામાન વાહનોની ચાર જૂની શ્રેણીઓને બદલી નાખી, જેને હળવા, મધ્યમ, ભારે અને પરિવહન તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.
ત્યારે બેન્ચે કહ્યું હતું કે, 'ટ્રાન્સપોર્ટ વાહનો'ની અલગ કેટેગરી LMVની વ્યાખ્યા હેઠળ આવતા વાહનો પર લાગુ થશે નહીં. કારણ કે, તેના વાહિયાત પરિણામો આવી શકે છે. કોર્ટે તર્ક આપ્યો હતો કે "જો ખાનગી કારના માલિક પાસે હળવા મોટર વાહન ચલાવવાનું લાઇસન્સ હોય, તો તે તેની કાર સાથે કેરિયર અથવા ટ્રેલરને તેની કાર સાથે જોડે છે અને તેના પર સામાન વહન કરે છે, તો લાઇટ મોટર વાહન પરિવહન વાહન બની જાય છે. "અને માલિકને તે વાહન ચલાવવા માટેનું લાઇસન્સ મળ્યું હોવાનું માનવામાં આવશે નહીં."
નિર્ણયને પડકારવામાં આવ્યો
જુલાઈ 2011માં, મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સને ઑટોરિક્ષા સાથેના અકસ્માતમાં અરજદારને રૂ. 5,02,800નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અપીલ પર, રાજસ્થાન હાઈકોર્ટે ઓગસ્ટ 2017માં જણાવ્યું હતું કે, વીમા કંપનીએ વળતર ચૂકવવું જોઈએ કારણ કે ઓટોરિક્ષા લાઇટ મોટર વ્હીકલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હતી. ત્યારે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં મુકુંદ દિવાંગનમાં SCના નિર્ણયને ટાંક્યો હતો.
બજાજ આલિયાન્ઝે 2018માં સુપ્રીમ કોર્ટમાં જઈને દલીલ કરી હતી કે મુકુંદ દેવાંગનના નિર્ણયમાં MVA હેઠળની કેટલીક જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી નથી જે હળવા મોટર વાહનો અને પરિવહન વાહનોના સંચાલન માટેની જરૂરિયાતોમાં તફાવત દર્શાવે છે. માર્ચ 2022માં કોર્ટે એવું માન્યું હતું કે, "મુકુંદ દેવાંગનના તેના ચુકાદામાં આ અદાલત દ્વારા અમુક જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી નથી" અને કેસને બંધારણીય બેંચને મોકલ્યો છે.
બંધારણીય બેંચમાં શું થયું ?
જુલાઈ 2023માં બે દિવસ સુધી દલીલો સાંભળ્યા YEO કોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ બાબતે પોતાનું વલણ રજૂ કરવા કહ્યું. જે બાદ ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણી 13 સપ્ટેમ્બર, 2023ના રોજ કોર્ટમાં હાજર થયા અને દલીલ કરી કે મુકુંદ દેવાંગનનો નિર્ણય MVA સાથે સુસંગત જણાતો નથી. એટર્ની જનરલે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર આ મુદ્દે કાયદાકીય સ્થિતિનું પુન: મૂલ્યાંકન કરવા તૈયાર છે. જે બાદ કોર્ટે કહ્યું કે સરકારે સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ અને સુધારા માટે રોડમેપ રજૂ કરવો જોઈએ.
જણાવી દઈએ કે, 16 એપ્રિલ, 2024ના રોજ, એજીએ કોર્ટને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત સુધારો તૈયાર છે, પરંતુ તેમણે લોકસભાની ચૂંટણી સુધી કાર્યવાહી સ્થગિત કરવાનું કહ્યું, જેથી તેને સંસદમાં રજૂ કરી શકાય. જો કે, આ મહિને જ્યારે કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે એજીએ કોર્ટને કહ્યું કે આ સુધારો સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવશે (જે ડિસેમ્બરમાં શરૂ થાય છે).
નોંધનીય છે કે, CJI ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અને જો આ મામલો વધુ મુલતવી રાખવામાં આવે તો નવી બેંચની રચના કરવી પડશે અને દલીલો નવેસરથી સાંભળવી પડશે. આ સમગ્ર પ્રક્રિયા હજુ વધુ સમય લેશે. આ સ્થિતિને ટાળવા માટે બેન્ચે સુનાવણી પૂર્ણ કરીને કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, તમે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ પર ટ્રેક્ટર જેવા વાહનો ચલાવી શકો છો કે નહીં તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech