ભારતના બાર જયોતિલિગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી અનુલક્ષી સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લ ા તત્રં કાર્યરત થયુ છે.અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ આઠથી દસ દિવસ સુધી નદીમાંથી સફાઈ શ કરી છે સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલો, ચુંદડીઓ, નાળીયેર એકઠા કરાયા હતા.
રાજયમાં આવેલુ પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતી સંગમ પ્રાચીન કાળથી પ્રસિધ્ધ છે. સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તા.૨૪થી ૨૬ ફેબ્રૂઆરી અલૌકિક સોમનાથ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગ પે ત્રણે દિવસ અહીં આરતી યોજાશે. જેમા ૧૦૮ દીવડા પ્રજવલિત કરાશે. ત્રિવેણી નદીને સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલો, ચુંદડીઓ, નાળીયેર એકઠા કરાયા કરવા ખાસ અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કાર્યરત રહેતી સ્ટીમર બોટ લાવવામા આવી છે. જે આઠથી દસ દિવસ સુધી નદીમાંનો કચરો સવારના ૭થી રાત્રીના ૧૧ સુધી એકઠો કરી નદી સફાઈ કરી રહી છે. આ સફાઈમા નદીમા પથરાયેલ લીલાછમ વેલાઓની જળકુંભીઓ પણ દૂર કરી જળ નિર્મળ બનાવાઈ રહ્યુ છે. કલીન ટેક–પુના–બોમ્બેના સહયોગથી અંદાજે અઢી કરોડની આ બોટ યાત્રિક–માનવીય રીતે કાર્ય કરી રહી છે. જેના ઓપટર રાજકિશોર તથા તેની સાથે બે એન્જીનીયરો પણ અમદાવાદથી આ કાય માટે ખાસ આવેલ છે. જેમા જયેશ પરીખ અને મોબીત અન્સારીનો સમાવેશ થાય છે. સવારે ૭થી ૧૧ દરમિયાન જ અંદાજે ચાર ટન જેટલો જળકુંભી વેલ, પ્લાસ્ટીક બોટલો, ચૂંદડીઓ, નાળીયેર અને નકામા ધાતુના કટકાઓ એકઠા કરવામાં આવ્યા હતા. આ સ્ટીમર બોટ એન્જીથી નદીમાં ચાલે છે અને જેસીબીની જેમ જ વેલા અને નદીમાંના કચરાને આગળના ભાગના સુપડામા એકત્ર કરી તેને વળાંક લઈ પાછળ કચરો ઠલવાની ટ્રોલીમા ઠાલવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech