કેમ્પાનો ઇ-કોમર્સ ડિસ્ટ્રિબ્યૂશન માટે નૂન મિનિટ્સ પર યુએઈમાં એક્સક્લુઝિવ ડેબ્યૂ: ભારતનું આઇકોનિક પીણું હવે 15 મિનિટ કરતાં ઓછા સમયમાં ડિલિવરી સાથે ઉપલબ્ધ
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ, કેમ્પા સાથે એક્સક્લુઝિવ ઈ-કોમર્સ ભાગીદારીની યુએઈ સ્થિત ‘નૂન મિનિટ્સ’ દ્વારા ગર્વભેર ઘોષણા કરાઈ છે. આના થકી સમગ્ર યુએઈમાં ઉપભોક્તાઓને કેમ્પાની વિવિધ પ્રોડક્ટ્સની તેજગતિએ ડિલિવરી કરાશે. આ વ્યૂહાત્મક ભાગીદારીને લીધે એક તો ઉપભોક્તાઓ માટે કેમ્પા પ્રોડક્ટ્સ સુધી સરળ પહોંચ ઉપલબ્ધ થશે અને સાથે નૂન મિનિટ્સનો બેવરેજ પોર્ટફોલિયો પણ સમૃદ્ધ થશે.
ગુલ્ફફૂડ 2025માં સફળ પદાર્પણ કર્યા બાદ, હવે કેમ્પા કોલા સમગ્ર યુએઇમાં નૂન મિનિટ્સ થકી એક્સક્લુઝિવલી ઉપલબ્ધ છે, જેનાથી મિનિટોમાં ડિલિવરી સાથે સીમલેસ ઓનલાઈન ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાય છે.
નૂનના ચીફ ઓફ સ્ટાફ, અલી કાફિલ-હુસૈને જણાવ્યું કે, "નૂન મિનિટ્સ ખાતે ટોપ બ્રાન્ડ્સ માટે પહેલવહેલું ડેસ્ટિનેશન બન્યાનો અમને ગર્વ છે, જેના થકી ઉપભોક્તાઓને તેમની મનપસંદ પ્રોડક્ટ્સ સુધી તુરત પહોંચ પૂરી પાડવામાં આવે છે. પોતાની આઇકોનિક લેગસી સાથે કેમ્પા કોલા અમારા પોર્ટફોલિયોમાં એક પરફેક્ટ ઉમેરો છે. અમે અમારા ઉપભોક્તાઓની અપેક્ષા મુજબની ઝડપ અને સુલભતા સાથે યુએઈમાં આ પ્રિય બેવરેજ લાવવા માટે ઉત્સાહિત છીએ. આ ભાગીદારી એક મુખ્ય સીમાચિન્હ સ્થાપિત કરે છે કારણ કે અમે આ બ્રાન્ડની પહોંચને વિસ્તારવાની સાથે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે વધુને વધુ લોકો અગાઉ ક્યારેય નહોતી તેટલી ઝડપથી કેમ્પા કોલાનો લુત્ફ ઉઠાવે."
કન્વિનિયન્સની માગ વધશે તેમ-તેમ, આ ભાગીદારી કેમ્પાનો આ પ્રદેશમાં ઝડપથી ખડકલો કરવામાં મદદરૂપ થશે જે માટે નૂનના અદ્યતન લોજિસ્ટિક્સ તથા ડિજિટલ પહોંચનો ઉપયોગ કરાશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ, કેતન મોદીએ જણાવ્યું કે, “અમે નૂન મિનિટ્સ સાથે કેમ્પાની એક્સક્લુઝિવ ભાગીદારીની ગર્વભેર જાહેરાત કરી રહ્યા છીએ. અમે યુએઇમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનું જારી રાખી રહ્યા છીએ તેમ-તેમ વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની અમારી વ્યૂહરચનામાં ઈ-કોમર્સ ભૂમિકા મહત્ત્વની બની રહી છે. ઇનોવેશન અને તીવ્રતમ લોજિસ્ટિક્સ માળખા માટે નૂનની પ્રતિષ્ઠા જ તેને સમગ્ર યુએઈમાં કેમ્પાની સંપૂર્ણ રેન્જને ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા એક સર્વોત્તમ ભાગીદાર બનાવે છે. આ બ્રાન્ડ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ વિસ્તારી રહી છે તેમ તેમ તેની સતત જારી રહેલી સફળતાને જોવા અમે આતુર છીએ."
આ એક્સક્લુઝીવ ઈ-કોમર્સ ભાગીદારી થકી ગ્રાહકોને કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ સહિત - નૂન મિનિટ્સ પર ઉપલબ્ધ કેમ્પાની પ્રોડક્ટ્સ ખરીદવાની સુગમતા કરી આપે છે - આ ઉત્પાદનો નૂન સુપરએપ પર ઉપલબ્ધ છે. સમગ્ર યુએઇમાં 15 મિનિટ કે તેથી ઓછા સમયમાં ઓર્ડર પહોંચાડવામાં આવશે, જેનાથી ઝડપી અને સરળ શોપિંગની અનુભૂતિને સુનિશ્ચિત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેદસ્વિતા મુક્ત અભિયાન : આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે
April 15, 2025 03:02 PMપોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના ૧૯ ગુન્હા નોંધાયા
April 15, 2025 02:58 PMમંડેર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા
April 15, 2025 02:57 PMભારતને યુએનએસસીનું કાયમી સભ્ય બનાવો: રશિયાએ ફરીથી ઉઠાવી માગ
April 15, 2025 02:57 PMપોરબંદર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ, ત્રણના નિપજ્યા કણ મોત
April 15, 2025 02:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech