રાજકોટમાં દિવાળી પર્વ પર હત્યાનો બનાવ બન્યાને હજુ અઠવાડીયુ નથી થયુ ત્યાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. ખીજડાવાળા મેઈન રોડ પર ચામુંડાનગરમાં રહેતા યુવાનને ચંદ્રેશનગરમાં રહેતા તેના જુના મિત્રોએ દારૂની મહેફિલ માટે ઘરે બોલાવ્યો હતો. બાદમાં આ શખસે તેની પત્ની જે લાપતા હોય તે યુવાન સાથે રહેતી હોવાની શંકા રાખી તેની સાથે ઝઘડો કરી છરી જેવા હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવને લઇ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે તાકીદે તપાસ હાથ ધરી યુવાનની હત્યામાં સંડાવાયેલા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. મૃતક યુવાનની માતાની ફરિયાદ પરથી પોલીસે બંને સામે હત્યા અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે બપોરના સમયે ચંદ્રેશનગર મેઇન રોડ પર રામદેવ મંદિરવાળી શેરીમાં રહેતા નિલેશ વાઘેલા તથા તેના મિત્ર આશિષ ઉર્ફે પૂગો ટાંક બંનેએ મળી ચામુંડાનગર શેરી નંબર 2 માં રહેતા કમલેશ વિનોદભાઈ રાઠોડ (ઉ.વ 27) નામના યુવાનની છરી જેવા હથિયાર તેમજ બેફામ માર મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈ, એસીપી બી.જે.ચૌધરી સહિતના અધિકારી અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
હત્યાના આ બનાવને લઇ મૃતક યુવાન કમલેશના માતા પારૂલબેન વિનોદભાઈ રાઠોડ (ઉ.વ 50) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં કમલેશ મોટો હતો અને સિક્યુરિટીમાં નોકરી કરતો હતો જ્યારે નાના પુત્ર કલ્પેશ(ઉ.વ 25) નું સાત માસ પુર્વે અકસ્માતમાં અવસાન થયું છે.ગઈકાલ સવારના કમલેશ ઘરેથી ચા નાસ્તો કરી બહાર ગયો હતો અને મહિલા પણ પોતાના કામ પર ગયા હતા દરમિયાન બપોરના ત્રણ વાગ્યા સુધી કમલેશ ઘરે આવ્યો ન હોય અને ફોન પણ ઉપાડતો ન હતો. મહિલાને તેના દેરાણી મીનાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કમલેશને કંઈક વાગી ગયું છે જેથી ફરિયાદી તથા તેમના દેરાણી સહિતના હોસ્પિટલે ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી કમલેશને મૃત જાહેર કર્યો હતો.બાદમાં મહિલાને પાડોશમાં રહેતા વ્યક્તિઓ મારફત જાણ થઈ હતી કે, તેમનો દીકરો કમલેશ આજરોજ સવારના ચંદ્રેશનગર રામમંદિર વાળી શેરીમાં રહેતા નિલેશ વાઘેલા તથા તેના મિત્ર આશિષ ઉર્ફે પુંગો સાથે તેના ઘરે હતો ત્યારે અઢી વાગ્યા આસપાસ તેઓ વચ્ચે ઝઘડો થતાં અહીં દેકારો થતા આસપાસના માણસો અહીં જોતા કમલેશ ઇજાગ્રત હાલતમાં બેભાન પડ્યો હતો જેથી તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યારે નિલેશ અને આશિષ બંને ભાગી ગયા હતા.
પારૂલબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, નિલેશની પત્ની કવિતા છેલ્લા પાંચેક મહિનાથી પતિ તથા બાળકોને મૂકીને ઘર છોડી જતી રહી છે આથી નિલેશને એવી શંકા હતી કે તેની પત્ની કવિતાને કમલેશ સાથે પ્રેમ સંબંધ હોય અને તે તેના ઘરે રહેતી હોય આ બાબતે નિલેશ અને કમલેશ વચ્ચે અવારનવાર ઝઘડા તથા બોલાચાલી થતી હતી. દરમિયાન ગઈકાલે નિલેશે કમલેશને પોતાના ઘરે બોલાવી બોલાચાલી કરી નિલેશ તથા તેના મિત્રએ મળી છરી જેવા હથિયાર વડે કમલેશને હાથમાં કોણીના ભાગે ઘા મારી તથા પગમાં ફ્રેક્ચર કરી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા નિપજાવી હતી.આ અંગે પોલીસે બંને આરોપી સામે હત્યા અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
હત્યાની આ ઘટનાને માલવયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એસ.એ.સિંધી તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી બીજી તરફ એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરીમાં તેનો સ્ટાફ પણ આરોપીને ઝડપી લેવા તપાસમાં હતો દરમિયાન પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપી નિલેશ વાઘેલા અને આશિષ ઉર્ફે પુંગો ટાંકને ઝડપી લીધા હતા. બનાવ અંગે વધુ તપાસ એસીપી બી.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech