મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારની ઉપસ્થિતીમાં કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યું છે. સરકારે પણ પાછલા ૩ વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે.
રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે ૨૦૨૫થી ૩૦ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી.
આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેક્નોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે . એટલું જ નહિ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ઇનોવેશન ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગુજરાતને ઈમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેંટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાનના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત
April 12, 2025 12:37 PM૫તિ-પત્નીનું સુખદ સમાધાન કરાવતી જામનગર ૧૮૧ અભયમ ટીમ
April 12, 2025 12:33 PMહાલારમાં મારુતિ નંદનના જન્મદિવસની ભકિતભાવ ભેર ઉજવણી
April 12, 2025 12:31 PMઆજકાલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો જામનગર
April 12, 2025 12:25 PMજમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશના 3 આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ
April 12, 2025 12:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech