સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે દ્વારકાધીશના દર્શન કરી પાદુકા પુજન કર્યુ: જિલ્લા કલેકટર અશોક શર્મા, એસ.પી. નીતેશ પાંડે સહિતના અધિકારીઓ હાજર : દ્વારકાધીશજીને ઘ્વજા ચડાવી
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ આજે સવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતાં, સોામનાથનો રાત્રી રોકાણનો કાર્યક્રમ કેન્સલ થતાં તેઓ રાજકોટથી સીધા દ્વારકા પહોંચ્યા હતાં ત્યારે જિલ્લા કલેકટર અશોક શર્મા, એસ.પી.નીતેશ પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું, ત્યારબાદ મંદિરમાં પુજન વિધી કર્યા બાદ તેઓએ ભગવાન દ્વારકાધીશના મંદિરના શીખર ઉપર ઘ્વજાજી ચડાવી હતી.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સીધા દ્વારકાધીશજીના મંદિરમાં ગયા હતાં, જયાં પુજારીઓએ તેમને પુજા વિધી કરાવી હતી અને દ્વારકાધીશજીના પાદુકાનું પુજન કર્યુ હતું, ગઇકાલના કાર્યક્રમમાં ફેરફાર થયો હતો, રાજકોટથી તેઓ સોમનાથ જવાના હતાં અને ત્યાં રાત્રી રોકાણ કરવાના હતાં પરંતુ સોમનાથમાં હેલીકોપ્ટરનું લેન્ડીંગ થઇ શકે તેમ ન હતું જેને કારણે આ કાર્યક્રમમાં ફેરફાર થયું છે.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સી.જે.આઇ આજે દ્વારકા પહોંચ્યા હતાં જો કે રાજકોટમાં રાજય સરકાર તરફથી કાયદા મંત્રી ઋષિકેશ પટેલે સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ તેઓ કાલાવડ રોડ પર આવેલા એક રિસોર્ટમાં રાત્રી રોકાણ કરવા માટે ગયા હતાં, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ન્યાયધીશો પણ આજે દ્વારકામાં ગયા છે અને તેઓએ પણ ચીફ જસ્ટીસનું સ્વાગત કર્યુ હતું.
ગઇકાલે સીજેઆઇનો કાફલો રાજકોટ આવ્યો હતો ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા આવ્યા ત્યારે મંદિરની આજુબાજુ કડક સુરક્ષા ચક્ર ગોઠવી દેવામાં આવ્યું હતું, જો કે તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો હતો પરંતુ જામનગર અને દેવભુમિ દ્વારકામાં ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતાં.
આજે રાજકોટમાં ૧૧૦ કરોડના ખર્ચે બનેલી નવી કોર્ટનું તેઓ લોકાર્પણ કરશે. બપોરના ૨:૩૦ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટના સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓ તેમનું સ્વાગત કરશે. જિલ્લા કલેકટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ ગઇકાલે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર વ્યવસ્થાને ગોઠવવા ઉચ્ચકક્ષાની મીટીંગ યોજી હતી.
જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ઘ્વજાજીનું પુજન કર્યા બાદ તેઓએ આજે ઘ્વજા ચડાવી હતી, આ કાર્યક્રમમાં જય દ્વારકાધીશનો નાદ ગુંજી ઉઠયો હતો, ઘ્વજાજીની શોભાયાત્રા પણ નિકળી હતી અને તેમાં પણ પુજારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech