સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અન્ય સ્ટાફના માણસોએ તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમની લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા. આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા. ત્યારબાદ, અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી.
અન્ય જવાનો બાથરૂમની છત પરથી બાથરૂમમાં કૂદ્યા
ગોળીની અવાજે બાકીના CISF જવાનો તરત બાથરૂમ તરફ દોડી ગયા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલી રહ્યો નહોતો અને તૂટી રહ્યો નહોતો, જેના કારણે CISF ના અન્ય જવાનો બાથરૂમની છત પરથી બાથરૂમમાં કૂદ્યા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જાતા સમયે તેઓનું મોત થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech