રાજકોટ નજીક આવેલ કોઠારીયા અને લોઠડામાં ફર્નિચર યુનિટ પર સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે. સીજીએસટી વિભાગની પ્રિવેંટિવ ટીમ દ્રારા મેટોડા નજીક આવેલ લોઠડા અને કોઠારીયામાં બે ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું.
જીએસટી વિભાગ દ્રારા માર્ચ મહિનો નજીક આવતાની સાથે રાજકોટ અને સૌરાષ્ટ્ર્રના ઔધોગિક એકમો પર તપાસની કામગીરી સક્રિય રીતે હાથ ધરવામાં આવી છે જોકે આ સર્ચ દરમિયાન જીએસટી ચોરી ઝડપીને લાખોની રિકવરી કરવામાં જીએસટી વિભાગને સફળતા મળે છે ત્યારે ગઈકાલે સાંજે ફર્નિચર એસેસરીઝનું મેન્યુફેકચરિંગ કરતા એકમોને રડારમાં લઈને ગઈકાલે સાંજે યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એક સ્થળે સંચાલક હાજર ન હોવાથી થોડા સમય માટે આ કામગીરીને થંભાવી દેવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ સી જી એસ ટી સાથે તેની ડી જી જી આઈ દ્રારા પણ ગોંડલ નજીક એક ફર્નિચર ના ઉત્પાદકને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એક કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech