મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર છે. ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડના પિથોરાગઢના મુનસિયારીના રાલમમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ઉત્તરાખંડના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે હેલિકોપ્ટરમાં બેઠા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્રારંભિક માહિતી અનુસાર, આ હેલિકોપ્ટર રાજ્ય સરકાર હેઠળ છે. જો કે સરકાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર ભૂપેન્દ્ર સિંહ મેહરે જણાવ્યું કે આજે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી ટ્રેકિંગ માટે દેહરાદૂનથી મુનશિયારીના મિલામ જઈ રહ્યા હતા. મિલામમાં ખરાબ હવામાનને કારણે રાલમમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગઈકાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજીવ કુમારે આ બે રાજ્યોની સાથે 48 વિધાનસભા સીટો અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી. ઉત્તરાખંડના કેદારનાથમાં પણ પેટાચૂંટણી યોજાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech