રાજકોટનાં ઈતિહાસમાં સંભવત સૌથી મોટી છેતરપિંડીની ફરિયાદ આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે જેમાં રાજકોટમાં નવલનગર વિસ્તારમાં આવેલી ધર્મભકિત વેનચર પ્રા.લી. નામની કૃષિ પ્રોડકટની કંપની સાથે મુંબઈ-મહારાષ્ટ્રનાં ૧૯ શખ્સોએ એએસ એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીના નામે હળદરની ખેતીનાં પ્રોજેકટનાં રોકાણ કરવાથી ઉંચા વળતરની લાલચ આપી ૬૪ એકર જમીનનાં કોન્ટ્રાકટ ફાર્મીંગ એગ્રીમેન્ટ કરી રૂા.૬૪.૮૦ કરોડનું રોકાણ કરાવી બાદમાં પોલી હાઉસ ઉભું નહીં કરી એગ્રીમેન્ટ મુજબ ૧૬ મહિના પછી દર વર્ષે ૬ વર્ષ સુધી પાકતી મુદ્દતે ૬૪.૮૦ કરોડ જાન્યુઆરી ૨૦૨૩માં આપવાના હતા તે નહીં આપી ખોટા વાયદાઓ કરી જાન્યુઆરી ૨૦૨૩થી ૨૦૨૫ એમ કુલ ૩ વર્ષનાં વાર્ષિક ચુકવવાપાત્ર થતી કુલ રકમ રૂા.૧૯૪ કરોડ નહીં આપી છેતરપિંડી કરી રૂા.૬૪.૮૦ કરોડ ઓળવી ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રમાં ધામા નાંખ્યા છે અને આ છેતરપિંડીમાં ચાર આરોપીઓને સકંજમાં લઇ લીધા છે.
રાજકોટમાં જાગનાથ પ્લોટ શેરી નં.૨, બીગબજાર પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા પ્રશાંતભાઈ પ્રદિપભાઈ કાનાબાર (ઉ.વ.૩૨) દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઈમાં રહેતા સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે, નાગપુરમાં રહેતા હિરેન દિલીપભાઈ પટેલ, પૂણેનાં રોહિત રમેશભાઈ લોનકર, કમલેશ મહાદેવરાવ ઓઝે, સંદિપ ચિતામણ સામત, પ્રવિણ વામન પથારે, હર્ષલ મહાદેવરામ ઓઝે, વૈભવ વિલાસ કોટલાપૂરે, સુરીન્દ્રર અવતારસિંગ ધીમન, નિરંજન ક્રિષ્નાનંદ કડલે, જયંત રામચંદ્ર બાંદેકર, પ્રતિક વિનોદ શર્મા, વિશાખાપટ્ટનમમાં રહેતા સાંઈનાથ સંભાજીરાવ હાડોલે, મુંબઈનાં સેન્થીલ સેલવારાજ નાદર, યુપીનાં શંકર રાધાક્રિષ્ન નાયર, મુંબઈનાં અવિનાશ બબન સાંગલે, મહારાષ્ટ્ર નાંદેરનાં શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવર અને નાગપુરનાં નવનીતસિંગ બિરન્દરપાલસિંગ તુલીનાં નામ આપ્યા છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓએ નવલનગર વિસ્તારમાં ધર્મભકિત વેન્ચર પ્રા.લી. નામની ખેતી પ્રોડકટ લે-વેચની કંપની વર્ષ ૨૦૨૦માં શરૂ કરી હતી. આ કંપનીમાં ૩ ડાયરેકટર છે જેમાં તેઓ પોતે તથા ધવલ પ્રદિપભાઈ કાનાબાર, ઈન્દ્રવદન બાબુલાલ બારોટ (રહે.બોપલ, અમદાવાદ) છે. વેપારી સાથે થયેલી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અંગે ગત તા.૩/૧૨/૨૦૨૪નાં પોલીસ કમિશનરને અરજી કરી હતી જે ડીસીબી પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવતા પી.આઈ. એમ.એલ.ડામોર દ્વારા આ અંગે તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવેલી વિગત મુજબ વર્ષ ૨૦૨૧નાં જુન-જુલાઈ માસમાં ફરિયાદી હિંમતનગર કંપનીના કામથી ગયા હતા ત્યારે ચંદ્રકાંતભાઈ પટેલ મળ્યા હતા. તેમની સાથે પરિચય થતાં તેમણે વાત કરી હતી કે, તેઓની પાસે હળદરની ખેતીનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટ મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી સાથે ૫ એકર જમીનમાં શરૂ કર્યો છે. આ એલએલપી જમીનમાં પોલી હાઉસ ઉભું કરી તેમાં હળદર ઉગાવી વેચવાનું કામ કરે છે. આપણે ફકત વિજળી તથા પાણી પુરુ પાડવાનું અને જે રકમનું આપણે રોકાણ કર્યું હોય તે રોકાણનાં એક વર્ષ બાદ પ્રથમ વખત રોકેલી રકમ એલએલપી દર વર્ષે ૬ વર્ષ સુધી પરત આપે છે. હળદરનાં ફાર્મિંગનાં માણસોની જવાબદારી એલએલપી પોતે સંભાળે છે. બાદમાં આ અંગે ફરિયાદીએ કંપનીનાં અન્ય ડિરેકટરો સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને ગુગલ ઓનલાઈન એએસ એગ્રી એન્ડ એકવા એલએલપી મામલે માહિતી મેળવતાં કંપની સારી હોય અને હળદરની ખેતી તથા અન્ય ખેતી પ્રોડકટ સાથે સંકળાયેલી હોવાનું તથા પ્રોફીટ વધારે મળે તેમ હોય જેથી ફરિયાદીએ ૫૪ એકર જમીનમાં પ્રોજેકટ શરૂ કરી રૂપિયાનું રોકાણ નકકી કરી આરોપીની કંપનીનાં અવિનાશ સાંગલેને જાણ કરી હતી અને કહ્યું હતું કે, હાલ તમને ૫૪ એકર જમીન પોલી હાઉસ ઉભું કરવા માટે આપીશું તેમ વાત કરતાં આ કંપનીનાં જવાબદાર શખ્સોએ એડવાન્સ પેમેન્ટની વાત કરતાં જુલાઈ ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૬૪.૮૦ કરોડનું એડવાન્સ પેમેન્ટ જમા કરાવ્યું હતું.
ત્યારબાદ ફરિયાદી રાજયનાં અલગ-અલગ વિસ્તારોમાં હળદરની ખેતી અનુકુળ આવે તેવી જમીન શોધતા હતા દરમિયાન ભાણવડ તાલુકાનાં ધારગઢ ગામે રાજેશભાઈ મોદીની ૨૬.૮૫ એકર જમીન તથા સાબરકાંઠા જિલ્લાનાં ઈડર તાલુકાનાં જાડર ગામની અબ્બાસભાઈની ૨૧.૦૧૯૦ એકર જમીન તથા હિંમતનગર અને વીજાપુરમાં જમીન જોઈ રહ્યા હતા બાદમાં અલગ-અલગ ખેડુતો પાસેથી કુલ ૧૦૮ એકર જમીન ૬ વર્ષ સુધી ભાડા પેટે રાખી હતી. આમ ફરિયાદીએ એએસ એગ્રી એન્ડ એકવા એલએલપીમાં કરેલા સમજુતી કરાર (એમ.ઓ.યુ.) મુજબ ૬૪.૮૦ કરોડનું રોકાણ કર્યું હતું અને વર્ષ જાન્યુઆરી ૨૦૨૩-૨૪-૨૫નાં વર્ષનું એગ્રીમેન્ટ મુજબ કુલ રૂા.૧ અબજ ૯૪ કરોડ ૪૦ લાખની રકમ જે વેપારીને આપવાની થતી હોય તે આ ટોળકીએ આપી ન હતી અને તેમણે રોકાણ કરેલ રૂા.૬૪.૮૦ કરોડની રકમ પણ ઓળવી ગયા હોય જેથી આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચે છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
1.20 કરોડના રોકાણની સામે દર વર્ષે 1.20 કરોડ આપવાની લાલચ આપી
કંપની જ્યારથી પોલી હાઉસના રૂપિયા અને જમીન કંપનીને આપે ત્યારથી ૧૬ મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂા. 1.20 કરોડના રોકાણની સામે દર વર્ષે રૂા. 1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી. આ રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટયુબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જે જોતાં વેપારીને પ્રોજેક્ટ સારો લાગ્યો હતો અને પ્રોફીટ પણ મળશે તેમ જણાતાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી. ત્યાર પછી કંપની વિશે ગુગલમાં સર્ચ કરી માહિતી મેળવી હતી.
અમદાવાદના જાણીતા કલબમાં મીટિંગ કરી
રાજકોટ આવી કંપનીના ડીરેક્ટરો સાથે પ્રોજેક્ટ બાબતે વાતચીત કર્યા બાદ હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો. બે-ત્રણ દિવસ બાદ અવિનાશ સાંગલેએ અમદાવાદની વાયએમસીએ ક્લબમાં પ્રોજેક્ટ બાબતે મિટીંગ રાખી હતી. કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી.આ રીતે જાણીતા કલબમાં મીટિંગ ગોઠવી વેપારીને આંજી દીધા હતાં.
ડીરેકટરો સામે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રમાં ઠગાઇની ફરિયાદ
રાજકોટના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર એએસ એગ્રી એન્ડ એકવા એલએલપીકંપનીના ડીરેક્ટરોએ આજ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પૂનામાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે. જેમાંથી કંપનીના પાર્ટનરો સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદીપ સામંત હાલ જેલમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધરાનગર વિસ્તાર પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું મોત
April 16, 2025 02:08 PMજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech