પટ્ટણીવાડના ૧૦ મકાનમાં વિજ મીટર જ ન હતાં: લાંબા સમયથી વિજ લાઈન સાથે ચેડાં થતાં હોવાનું ખૂલ્યું: ખંભાળિયા અને સલાયામાંથી ૧૩.૬પ લાખની વિજચોરી પકડાઈ
વિજચોરી કરવા માટે લોકો કેટલાં-કેટલાં નુસ્ખા અજમાવે છે તે જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાંથી બહાર આવ્યું હતું. એક જ લાઈનના વિજ જોડાણમાંથી એક સાથે ૧૦ મકાનમાં વિજચોરી કરાતી હોવાની વાતો બહાર આવી હતી જેને ગઈકાલે સમર્થન મળ્યું હતું અને પીજીવીસીએલના અધિકારીઓએ દરોડા પાડી આ કૌભાંડ પકડી પાડતાં ભારે ચકચાર જાગી છે અને પાંચ લાખનો દંડ પણ ફટકારાયો છે. આ ઉપરાંત ગઈકાલે ખંભાળિયા-સલાયાના કેટલાંક વિસ્તારોમાં ૧૩.૬પ લાખની વિજચોરી પકડાતાં વિજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
પીજીવીસીએલની સ્પેશિયલ ટીમે ગઈકાલે જામનગરના પટ્ટણીવાડમાં આવેલી વ્હાઈટ હાઉસ નામની બિલ્ડિંગમાં મળેલી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ ચેકિંગ દરમિયાન એક જ જોડાણમાંથી ૧૦ મકાનમાં વિના મીટર વિજ લોડ આપવાનું કારસ્તાન થઈ રહ્યું હતું. આ વિજચોરી પકડાતાં પાંચ લાખનો દંડ ફટકારાયો છે. ચેકિંગ સમયે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એમ. ચાવડા ઉપરાંત સર્વેલન્સની ટીમ હાજર રહી હતી. નવાઈની વાત તો એ છે કે લાંબા સમયથી આ પ્રકારની વિજચોરી થઈ રહી છે તેવી માહિતી પોલીસને મળી હતી અને પોલીસના સહકારથી પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત સોમવારે ખંભાળિયા-સલાયામાં પણ વિજચોરી પકડવા ૧૪ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં જેમાં ૧૩૪ વિજ જોડાણ ચેક કરાયા હતાં જેમાંથી ર૦ જોડાણમાં ગેરરીતિ માલુમ પડતાં ૧૩.૬૫ લાખના બિલ ફટકારાયા હતાં. આ સમગ્ર કાર્યવાહી પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઈજનેર જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech